જીલ્લામાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓ અન્વયે ભાયાવદર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ભાયાવદર પોલીસે વડેખણ ગામેથી રૂૂ.1.95 લાખના વિદેશી દારૂૂ ભરેલ છકડો રિક્ષા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં પાંચ શખ્સોના નામ ખુલ્યા છે.
ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજા અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન એ.એસ.આઇ. રોહિતભાઈ હાજાભાઈ વાઢેળને એક ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, વડેખણ ગામના ચાર સગા ભાઈઓ રાઘવભાઈ બાવનભાઈ વાંદા, રાણાભાઈ બાવનભાઈ વાંદા, લાખાભાઈ ઉર્ફે કસો બાવનભાઈ વાંદા અને આવડાભાઈ ઉર્ફે દલો બાવનભાઈ વાંદા ભાગીદારીમાં વિદેશી દારૂૂનો જથ્થો રાખીને તેનું ગેરકાયદે વેચાણ કરે છે.
બાતમીમાં એ પણ સામે આવ્યું હતું કે રાઘવભાઈ વાંદા દારૂૂનો જથ્થો એક છકડો રીક્ષામાં ભરીને વડેખણ ગામથી પાટણ રોડ તરફ વેચવા નીકળવાનો છે. ભાયાવદર પોલીસે તુરંત આ માર્ગ પર વોચ ગોઠવી હતી અને બાતમી મુજબની છકડો રીક્ષા નંબર જીજે-10-ટી- 5784 આવતા જ તેને અટકાવી હતી. રીક્ષાની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની રૂૂ.1.95 લાખની કુલ 312 બોટલો સાથે મુખ્ય આરોપી રાઘવભાઈ બાવનભાઈ વાંદાને ઘટનાસ્થળેથી જ મુદ્દામાલ સાથે દબોચી લઇ કુલ રૂૂ. 2.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે જેમાં રાઘવભાઈ બાવનભાઈ વાંદા , રાણાભાઈ બાવનભાઈ વાંદા , લાખાભાઈ ઉર્ફે કસો બાવનભાઈ વાંદા જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં બાલુભાઈ શામળા (રહે. બોચવડી નેશ, જામજોધપુર) , આવડાભાઈ ઉર્ફે દલો બાવનભાઈ વાંદા , રામાભાઈ રાણાભાઈ વાંદા , અરજણભાઈ નાજાભાઈ શામળા (રહે. શામળા નેશ, જામજોધપુર) અને વિપુલભાઈ કારાભાઈ મોરી (રહે. દેવડા, કુતિયાણા)નું નામ ખુલ્યું હતું જેની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.
રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી આ સફળ કામગીરી ઇન્ચાર્જ પી.આઈ. એ.બી. જાડેજાની આગેવાનીમાં એ.એસ.આઇ. અરુણભાઈ ખટાણા, રોહિતભાઈ વાઢેળ, હેડ કોન્સ્ટેબલ પ્રેમજીભાઈ કીહલા, તેમજ કોન્સ્ટેબલ વિપુલભાઈ મેટાળીયા, મહેશભાઈ ગમારા અને અજયભાઈ સોરઠીયા દ્વારા કરવામાં આવી હતી.
