Site icon Gujarat Mirror

જામનગરના કોર્પોરેટર પરના હુમલા પ્રકરણમાં ત્રણ આરોપીઓ પકડાયા

જામનગર ના આમ આદમી પાર્ટીના નેતા અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર અસલમ ખીલજી પર ત્રણ દિવસ પહેલાં જીવલેણ હુમલો કરાયો હતો, જેઓને સારવાર માટે સૌ પ્રથમ જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓના માથામાં તલવારનો ઊંડો ઘા વાગ્યો હોવાથી તેને ફરીથી ન્યુરોસર્જન ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેના ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી રહી છે.

આ બનાવ અંગેની ઇજાગ્રસ્તના ભત્રીજા દ્વારા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોંગી કોર્પોરેટર અલ્તાફ ખફી ના કહેવાથી છ શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે મામલે પોલીસે હત્યા પ્રયાસ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને હુમલો કરનારા મુખ્ય ત્રણ આરોપીઓ જુનેદ પટણી, સલીમ ખીલજી તેમજ હબીબ ખફી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેઓને અદાલત સમક્ષ રજૂ કરાતાં ત્રણેયને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ પ્રકરણમાં અલ્તાફ ખફી સહિતના અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ ચલાવાઈ રહી છે.

Exit mobile version