રામમંદિરમાં ચોરી કરનારાઓનો રાવણના વંશની માફક નાશ થશે: બાબા બાગેશ્ર્વર

ધાર્મિક પ્રવચનોના પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઇન્ડોનેશિયામાં ’હનુમત કથા’નું પાઠ કરી રહ્યા છે. પ્રવચન દરમિયાન ભાવનાત્મક રીતે બોલતા, બાબા બાગેશ્વરે…

ધાર્મિક પ્રવચનોના પ્રખ્યાત કથાકાર અને બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ઇન્ડોનેશિયામાં ’હનુમત કથા’નું પાઠ કરી રહ્યા છે. પ્રવચન દરમિયાન ભાવનાત્મક રીતે બોલતા, બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે ભગવાન રામ મંદિરમાંથી ચોરી કરનારાઓને ગંભીર સજા આપશે, જેના કારણે તેમનો વિનાશ થશે. તેમણે ટિપ્પણી કરી હતી કે જેમ રાવણ સીતાનું અપહરણ કર્યા પછી તેના વંશનો નાશ થયો હતો, તેમ ભગવાન મંદિરમાં ચોરી કરનારાઓને પણ આવી જ સજા આપશે.

જકાર્તા (ઇન્ડોનેશિયા) માં ’હનુમત કથા’ દરમિયાન, તેમણે કહ્યું, “સીતાનું અપહરણ કર્યા પછી રાવણનો વંશ નાશ પામ્યો હતો. અને હવે, ભગવાન રામ મંદિરમાંથી ચોરી કરનારાઓને કડક સજા આપશે.”

ચોરોને કડક ચેતવણી આપતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, “પવિત્ર સ્થાન પર પાપ કરનારાઓને ભગવાન ક્યારેય માફ કરતા નથી. આ ફક્ત ચોરી નથી; તે લાખો લોકોની શ્રદ્ધા અને ભક્તિની ચોરી છે. રામના નામે લોકોએ આપેલા દાનને ચોરી કરનારાઓનો વિનાશ થશે – તે ચોક્કસ છે. મેં સાંભળ્યું છે કે FIR દાખલ કરવામાં આવી છે; જો વધુ તપાસ કરવામાં આવે તો વધુ ગુનેગારો પકડાશે – તેઓ ચોક્કસપણે પકડાશે.” “ચોરી કરનારાઓને ચોક્કસપણે સરકારી સજાનો સામનો કરવો પડશે, પરંતુ તેઓ ભગવાનનો સર્વોચ્ચ બદલો પણ ભોગવશે – જેમાંથી કોઈ બચી શકશે નહીં.”

બીજી તરફ, આ મામલે રાજકીય અને સામાજિક વિવાદ પણ શરૂૂ થઈ ગયો છે. બાબરી વિધ્વંસ કેસના અગ્રણી આરોપી રહી ચૂકેલા સંતોષ દુબેએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ કેસમાં માત્ર નાના સ્તરના કર્મચારીઓ સામે જ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે અસલી જવાબદારોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

સંતોષ દુબેએ ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો ડો. અનિલ મિશ્રા, ચંપત રાય અને ગોપાલ રાવ પર નિશાન સાધતા કહ્યું કે, જેમના પર વ્યવસ્થાની મુખ્ય જવાબદારી હતી તેમની સામે કોઈ પગલાં કેમ નથી લેવાયા? તેમણે આ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સત્ય સામે લાવવાની માંગ કરી છે.