ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની બરાબર પર કરી. ત્રીજી ટેસ્ટ મેચ રોમાંચક બની અને આજે પાંચમા દિવસે ભારતે જીતવા માટે 275 રન કરવાના હતા. પરંતુ વરસાદ વિલન બન્યો અને ભારતના વિના વિકેટે 8 રનનો સ્કોર હતો ત્યારે જ રમત અટકાવી દેવાઈ અને ત્યારબાદ ડ્રોમાં પરિણમી. આમ ત્રણ ટેસ્ટ મેચ બાદ હવે સિરીઝ 1-1ની બરાબરી પર છે.


ભારતનો બીજો દાવ ચાલુ હતો ત્યારે મેચ પહેલા વરસાદના કારણે રોકવામાં આવી. ત્યારબાદ આ મેચને બંને કેપ્ટનોની મંજૂરી મળ્યા બાદ ડ્રો કરવાનો નિર્ણય લેવાયો. જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે જયસ્વાલ 4 રન અને રાહુલ 4 રન સાથે રમતમાં હતા. ભારતીય ટીમે વિકેટ ગુમાવ્યા વગર 8 રન કર્યા હતા.


આ અગાઉ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઈનિંગ 7 વિકેટ ગુમાવીને 89 રન કરી દાવ ડિક્લેર કર્યો. આમ અગાઉની લીડ સાથે ભારતને 275 રનનો ટાર્ગેટ જીતવા માટે મળ્યો હતો. જે તેણે 54 ઓવર્સ (મિનિમમ)માં પૂરો કરવાનો હતો. ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 260 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં 445 રન કર્યા હતા.