Site icon Gujarat Mirror

બે દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત મળશે; પવનની ગતિ વધશે

 

હવામાન વિભાગની આગાહી મુજબ પાંચ ફેબ્રુઆરી સુધી વાતાવરણ શુષ્ક રહેશે

રાજ્યના વિવિધ શહેરોમાં લોકો પવન-ઠંડીથી ઠુઠવાયા બાદ આજથી હવે પવનની ગતિ ઓછી થશે. આજે 24 કલાક એટલે એક દિવસ માટે ઠંડી ઓછી થશે અને ફરી શરૂૂ થશે. પાંચમી તારીખ સુધી ઠંડીમાંથી કોઈ મોટી રાહત મળવાની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરીથી માવઠાની શક્યતા છે. જોકે, આ માવઠાને કારણે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂૂર નથી. મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તારોમાં ક્યાંક ક્યાંક બીજી ફેબ્રુઆરીના રોજ સામાન્ય છૂટાંછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે. બાકી વિસ્તારોમાં ગુજરાતનું હવામાન સાફ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી 48 કલાક તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. જે બાદ ફરીથી ત્રણ દિવસ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.

હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 30મી તારીખની આસપાસ સર્જાઈ શકે છે. ઉત્તર ભારતમાં આની અસર થઈ શકે છે. ઉત્તર ભારતને કારણે ગુજરાતમાં પણ આની અસર થશે જેના કારણે ત્રણ દિવસ પછી તાપમાનમાં ફરીથી ઘટાડો નોંધાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે ગુજરાતના હવામાનમાં પલટાની વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, એક પશ્ચિમિ વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાની શક્યતા છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં ફરીથી હિમવર્ષા થવાની શક્યતા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મધ્યપ્રદેશ, રાજસ્થાનના ભાગો સુધી રહેવાની શક્યતા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ફરીથી ફેબ્રુઆરીમાં ઠંડી પડવાની શક્યતા રહી શકે છે. ફેબ્રુઆરીની ચારથી આઠ તારીખમાં એક મજબૂત પશ્ચિમિ વિક્ષોભ બનશે. જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના ભેજની અસર રહેશે. જેના કારણે ઉત્તર ભારતની સાથે ગુજરાતનું હવામાન પણ પલટાવવાની શક્યતા રહેશે. એક બાદ એક પશ્ચિમિ વિક્ષોભ આવતા ઠંડીમાં વધઘટ રહેશે. ફેબ્રુઆરી માસમાં ધીરે ધીરે દિવસનું તાપમાન વધવાની શક્યતા રહેશે પરંતુ રાતમાં લઘુત્તમ તાપમાન ઘટી જઈ શકે છે. જેના કારણે કૃષિ પાક પર હિમ પડવાની શક્યતા છે.

Exit mobile version