આંતરરાષ્ટ્રીય
ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટમાં ધરખમ ફેરફારો થશે, બુમરાહ, પંતને આરામ, અક્ષર પટેલને તક
ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ભારત આવીને બે ટેસ્ટ મેચોમાં હરાવી દીધી છે. આ રીતે કીવી ટીમે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે 1 નવેમ્બરથી ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. ઠઝઈ ફાઇનલની દ્રષ્ટિએ ભારતીય ટીમ માટે આ ટેસ્ટ મેચ જીતવી જરૂૂરી છે.
ન્યૂઝીલેન્ડ સામે પહેલી બે ટેસ્ટ મેચોમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ત્રીજી ટેસ્ટમાં ઘણા ફેરફારો સાથે ઉતરી શકે છે.ત્રીજી ટેસ્ટમાં કેટલાક ખેલાડીઓને આરામ પણ મળી શકે છે. આમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મુખ્ય છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. અહીં વર્ષો બાદ ટેસ્ટ મેચની વાપસી થઈ રહી છે. સામાન્ય રીતે મુંબઈમાં રન બનાવવા સરળ હોય છે, પરંતુ જોવાની વાત એ હશે કે ટેસ્ટ મેચ માટે કેવી પિચ તૈયાર કરવામાં આવી છે.ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જૈસવાલનું દાવની શરૂૂઆત કરવું નક્કી છે. ત્યારબાદ શુભમન ગિલ પણ ત્રીજા નંબરે રમતા દેખાશે. અને વિરાટ કોહલીનું ચાર નંબરે રમવું પણ નક્કી છે.
મિડલ ઓર્ડરમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે. પાંચ નંબરે સરફરાજ ખાન રમતા દેખાઈ શકે છે. ઋષભ પંતને આ ટેસ્ટ મેચમાં આરામ આપી શકાય છે. તેમની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળી શકે છે. દરઅસલ, ભારતે આગામી મહિને ઓસ્ટ્રેલિયા પ્રવાસે પાંચ ટેસ્ટ મેચ રમવાની છે. આવામાં પંતને ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં આરામ આપી શકાય છે.
રવીન્દ્ર જાડેજાની જગ્યાએ ત્રીજી ટેસ્ટમાં અક્ષર પટેલને તક મળવાની શક્યતા છે. જાડેજા આ સિરીઝમાં અત્યાર સુધી બોલ અને બેટ બંને સાથે પ્રભાવ પાડી શક્યો નથી. અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને પણ ઓસ્ટ્રેલિયા સિરીઝને ધ્યાનમાં રાખીને આરામ આપી શકાય છે.
ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જૈસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાજ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ/આકાશદીપ/સિરાજ અને જસપ્રીત બુમરાહ.