સલાયામાં છૂટા પૈસા પાંચ, દસ, અને 20 રૂપિયાની નોટોની ભારે અછત, બેંકો પાસે પણ ખલાસ

સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા પાંચ,દસ અને વીસની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું…

સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા પાંચ,દસ અને વીસની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું કહેવામાં આવે છે. હાલ લોકોને કોઈ પણ વસ્તુ ખરીદવા માટે છૂટા પૈસા આપવામાં ભારે તકલીફ પડી રહી છે. દુકાનોમાં વેપારી પાસે પણ આ નાના ચલણની નોટો અને સિક્કાઓની ભારે અછત છે જેથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પણ સંઘર્ષો ઉદભવે છે. વેપારી દ્વારા કરંટ ખાતા જે બેંકોમાં છે એમને બેંક પાસે માંગણીઓ કરી છતાં બેંક દ્વારા સિક્કા અથવા નોટો આપવામાં આવતી નથી. જેથી સમગ્ર સલાયા વિસ્તારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યારે સલાયામાં મુસ્લિમભાઈઓમાં લગ્નની સિઝન છે.

અત્યારે ફિશીંગ બંધ હોવાથી મુસ્લિમ સમાજના લોકો પોતાના પરિવારના સારા પ્રસંગો એટલે જે લગ્ન કરે છે.જેથી આવા પ્રસંગ વારા ઘરોમાં પણ 10 અને 20 રૂૂપિયાની નોટોની જરૂૂરત ઊભી થાય છે. વળી નાના વેપારીઓ જેવા કે આઇસક્રીમ,ઠંડા પીણા તેમજ અનાજ અને રાશનની દુકાનદારો તેમજ ગેસ એજન્સીઓ વગેરે ધંધામાં છૂટા પૈસાની અછત હોય જેથી તકલીફ પડી રહી છે. હવે વેપારીઓ લિડ બેંક અને રિજિયોનલ ઓફિસ સામે આશા માંડીને બેઠા છે કે હવે એ કઈ રસ્તો કરી આમ પ્રજા ના પ્રશ્નનું નિરાકરણ લાવે. 10 અને 20 વાળા સિક્કા પણ જો બેંક દ્વારા વિતરણ કરાઇ તો સલાયામાં છૂટા પૈસા પ્રશ્ન હલ થઈ શકે એમ છે.