ગુજરાત

ચોટીલાના ભોજપરી-મહિદડ ગ્રામપંચાયતના યુવા સરપંચનું અડધી ટર્મે રાજીનામું!

Published

on

તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કરાયું મંજૂર


ચોટીલા તાલુકાનાં ભોજપરી – મહિદડ ગામનાં સરપંચ એ ટર્મ પુરી કરતા પહેલા જ રાજીનામું આપતા તાલુકામાં ચર્ચા નો વિષય બનેલ છે. જો કે આ રાજીનામા ને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


મળતી માહિતી મુજબ ભોજપરી મહિદડ સંયુક્ત ગ્રામ પંચાયતનાં સમરસ યુવા સરપંચ પદે રહેલા શૈલેષભાઇ બથવારે સરપંચ તરીકે ત્રણ વર્ષ શાસન પછી રાજીનામું આપતા સમગ્ર તાલુકામાં ચર્ચાનાં વિષય સાથે ચકચાર જગાવી છે.


સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી તાલુકા પંચાયત સમક્ષ સરપંચ દ્વારા લેખિત અપાયેલ રાજીનામા પત્રમાં પોતાને વ્યવસાય સબબ બહાર જવાનું હોવાથી જવાબદારી નિભાવી શકે તેમ ન હોય તેમજ સમય ફાળવી શકે તેમ ન હોવાથી રાજીનામું આપુ છું. સરપંચના રાજીનામું તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં અધ્યક્ષસ્થાને થી વંચાણે લઈને બહાલી આપવામાં આવેલ છે. જે હવે જીલ્લા કક્ષાએ જશે અને આખરી નિર્ણય થશે.


આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી લડી જે સરપંચ પદે ચૂટાય તેની પાચ વર્ષ ની ટર્મ હોય છે. પરંતું આ સંયુક્ત પંચાયતનાં સરપંચ અગાઉ પણ લેખિત રાજીનામું આપેલ ફરી આપેલ રાજીનામા નો પત્ર ને બહાલી મળેલ છે પંચાયતનું કામ ચલાઉ સુકાન ઉપ સરપંચના હાથમાં જશે તેવું જણાય છે.


સમગ્ર પ્રકરણમાં ભલે સમયનો અભાવ સહિતના કારણો દર્શાવ્યાં હોય પરંતુ ચૂટણી સમયે આંતરીક સમજૂતી થયેલ હોવાની ચર્ચા છે.જે બાબતને લઈને રાજીનામું ધરેલ હોવાની રાજકીય વર્તુળમાં ચર્ચા છે. આ ગામની અંદર ફરી ટૂક સમયમાં જ સરપંચની ચૂટણી આવશે તેવી ચર્ચા એ જોર પકડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version