ગુજરાત
ખંભાળિયામાં હૃદય ધબકારો ચૂકી જતા યુવાને દમ તોડ્યો
મોટેભાગે અજુગતી ઘટનામાં હવે નાની ઉમરે હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. કોઈ વ્યક્તિ અચાનક ચિર નિંદ્રામાં પોઢી જાય છે. ગુજરાતના અનેક સ્થળોથી રોજે રોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે. જેમાં યુવાન વયે હૃદય થંભી ગયું હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું હોય.
ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જલાલીયા વાડી વિસ્તારમાં રહેતા હિરેનભાઈ કાંતિલાલ ચોપડા નામના 32 વર્ષના સતવારા યુવાન શનિવારે સવારના સમયે નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેમને તાકીદે સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. યુવાનનું આ રીતે અકાળે અવસાન થતા મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.