રાષ્ટ્રીય
બોંબની ધમકીઓ આપી આખા દેશને ધંધે લગાડનાર લેખક ઝડપાયો
હોટલો-એરલાઇન્સો, ટ્રેનો અને સ્કૂલોમાં બોંબ હોવાના ઇ-મેલ કરી દેશભરની એજન્સીઓને દોડતી કરી દીધી
મહારાષ્ટ્રના લેખકે વડાપ્રધાન સાથે બેઠક યોજવા ગામ ગાંડુ ર્ક્યુ, રેલમંત્રીને ઇ-મેલ કરી ફ્સાયો
દેશભરમાં જાહેર સ્થળોએ ધમકી ભર્યા ઇ-મેઇલ મોકલીને સુરક્ષા એજન્સીઓને દોડવનાર શખ્સની ઓળખ કરવામાં આવી છે. વડાપ્રધાન કાર્યાલય, એરલાઇન્સ ઓફીસ, મુખ્યમંત્રી ઓફીસ, સીઆપપીએફ ઓફીસ સહિતની જગ્યાઓએ ધમકી ભર્યા ઇમેઇલ મોકલનાર શખ્સ મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સે આંતકી હુમલા પર પુસ્તક લખ્યું હતુ અને પુસ્તકમાં પાંચ દિવસમાં ટ્રેનો અને રેલવે સ્ટેશન સહિત 30 જગ્યાએ વિસ્ફોટની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી સામે સુરક્ષાતંત્ર યોગ્ય પગલા ભરે તે માટે તેણે વડાપ્રધાન અને બીજી ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરવાના હેતુંથી તેણે ઇ-મેઇલ ર્ક્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે, મહારાષ્ટ્રના પૂર્વી વિદર્ભ પ્રદેશમાં માઓવાદી પ્રભાવિત ગોંદિયા જિલ્લાના 35 વર્ષીય રહેવાસીને, અલાર્મ, ફ્લાઇટમાં વિલંબ અને એરપોર્ટ, એરલાઇન ઑફિસો પર સુરક્ષાના પગલાં વધારવાનું કારણ બનેલા હોક્સ ઇમેઇલ્સની શ્રેણીના સ્ત્રોત તરીકે ઓળખ કરવામાં આવી છે. જગદીશ ઉઇકેએ આતંકવાદ પર એક પુસ્તક લખ્યું છે, તેણે એક ગુપ્ત આતંકવાદી કોડ (25-ખઇઅ-5-ખઝછ) ને સમજવાનો દાવો કર્યો છે જે પાંચ દિવસમાં ટ્રેનો અને રેલવે પરિસરમાં 30 વિસ્ફોટોની આગાહી કરે છે.
ટોચની સુરક્ષા એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે જગદીશે વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય રેલ્વે મંત્રી, મહારાષ્ટ્રના સીએમ અને તેમના નાયબ, એરલાઇન ઓફિસો, ડીજીપી અને રેલવે સુરક્ષા દળ સહિત વિવિધ સરકારી એજન્સીઓને ઈમેલ મોકલ્યા હતા. બાદમાં નાગપુર પોલીસે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ત્રિકોણી પાર્ક નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારી દીધી હતી. તેમણે કથિત આતંકવાદી હુમલાઓ અંગે જે વિગતો હોવાનો દાવો કર્યો હતો તેની ચર્ચા કરવા માટે તેમણે પીએમ મોદી સાથે બેઠકની પણ વિનંતી કરી હતી.
ઓકટોબર 21ના રોજ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને જગદીશ ઉઇકેનો ઈમેલ, જે ડીજીપી અને આરપીએફને પણ મોકલવામાં આવ્યો હતો, જેના કારણે રેલ્વે સ્ટેશનો પર સુરક્ષા અને આતંકવાદ વિરોધી પગલાં લેવામાં આવ્યા હતા.હાલ સુરક્ષા એજન્સીઓએ જગદીશની શોધખોળ હાથ ધરી છે. આ અંગે મહારાષ્ટ્ર પોલીસ સહિત અનેક એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.