શ્રીલંકાની સરકારે હિંદ મહાસાગરમાં અમેરિકન હુમલાનો શિકાર બનતા પહેલા ઈરાની જહાજને પોતાની શરણમાં લઈ લીધું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ કહ્યું છે કે તેમની સરકારે બીજા એક ઈરાની જહાજને પોતાના એક પોર્ટ પર ડોક કરવા અને તેના ક્રૂને દેશમાં આવવાની મંજૂરી આપી દીધી છે. આ એક હિંમતભર્યો નિર્ણય છે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ ટેલિવિઝન પર બોલતા કહ્યું કે ઈરાનના બીજા નેવી જહાજ IRINS byilf એ શ્રીલંકા સરકારને પૂછ્યું હતું કે શું તે દેશના કોઈ પોર્ટ પર ડોક કરી શકે છે. શ્રીલંકાના અધિકારીઓએ જહાજ પર હાજર 208 લોકો, જેમાં 53 ઓફિસર, 84 કેડેટ ઓફિસર, 48 સિનિયર સેલર્સ અને 23 સેલર્સ સામેલ છે, તેમને રાજધાની કોલંબોમાં આવવાની મંજૂરી આપી દીધી. આ સિવાય જહાજને દુનિયાના સૌથી વ્યસ્ત કોમર્શિયલ પોર્ટમાંના એક કોલંબોના બદલે ઈસ્ટ કોસ્ટ પર ત્રિંકોમાલીમાં કસ્ટડીમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો.શ્રીલંકાએ ઈરાની જહાજને પોતાના બંદર પર આશરો આપીને અને નાવિકોને શરણ આપીને ચોક્કસપણે અમેરિકાની નારાજગી વહોરી લીધી છે.
શ્રીલંકાનું કહેવું છે કે તે માનવીય ધોરણે આવું કરી રહ્યું છે. આ સિવાય શ્રીલંકાની નૌસેના સમુદ્રમાંથી તબાહ થયેલા જંગી જહાજનો કાટમાળ એકઠો કરી રહી છે, ઘાયલ નાવિકોની સારવાર કરી રહી છે અને લડાઈથી તેલની કિંમતો વધવા પર થનારા આર્થિક નુકસાન માટે પણ તૈયાર છે.
શ્રીલંકા અને ઈરાન વચ્ચે મજબૂત રાજકીય અને આર્થિક સંબંધો છે. શ્રીલંકાએ ઈરાન પાસેથી 250 મિલિયનના કાચા તેલના શિપમેન્ટ ખરીદ્યા હતા, તે પહેલા કે જ્યારે તેના ન્યુક્લિયર પ્રોગ્રામને લઈને મિડલ ઈસ્ટના દેશ પર પ્રતિબંધો લાગ્યા હતા. બંને પક્ષો તેલના બદલે ચા બાર્ટર ડીલ પર સહમત થયા, જેનાથી શ્રીલંકા ઈરાનને ચાના મહિનાના હપ્તામાં પેમેન્ટ કરી શકે છે, જે ઈરાનને થતી એક મોટી નિકાસ છે. ઈરાનનું આ જહાજ શ્રીલંકાના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનમાં હતું અને યુનાઈટેડ નેશન્સના સમુદ્રી કાયદા હેઠળ તે જહાજ સમુદ્રના એ ભાગમાં હાજર હતું જે કોઈ દેશના સમુદ્રી વિસ્તારની બહાર તો હતું પરંતુ શ્રીલંકાને તે જહાજની તપાસ કરવાનો પૂરો અધિકાર હતો.

