તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશ ખબર સામે આવ્યાં છે. રાજ્ય સરકાર ભારત ફ્યૂચર સિટીમાં દુનિયાનું સૌથી મોટું અને અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહી છે. આ નવું સ્ટેડિયમ દર્શક ક્ષમતા મામલે ગુજરાતના અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ પાછળ છોડી દેશે, જેની ક્ષમતા 1.32 લાખ દર્શકોની છે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીના વિઝન અંતર્ગત પ્રસ્તાવિત આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ ડિસેમ્બર 2026માં કરવામાં આવે એવી શક્યતા છે.
પ્રસ્તાવિત યોજના અનુસાર આ સ્ટેડિયમનું નિર્માણ આશરે 100 એકર જમીન પર કરવામાં આવશે. તેમાં 1.32 લાખથી વધુ દર્શકો બેસી શકે એટલી વ્યવસ્થા હશે. આ પરિયોજનાને પૂરું કરવામાં આશરે 1,000 કરોડ રૂૂપિયાના અંદાજીત ખર્ચની આશા છે. પરિયોજનામાં તેલંગાણા સરકાર અને ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડ એટલે કે BCCI મળીને કામ કરશે. નક્કી પ્રસ્તાવ અનુસાર, રાજ્ય સરકાર જમીન ઉપલબ્ધ કરાવશે, જ્યારે નિર્માણનું આખું બજેટ અને ભવિષ્યમાં તેની જાળવણીનો ખર્ચ BCCI દ્વારા ભોગવવામાં આવશે.
આ માત્ર એક ક્રિકેટ મેદાન સુધી સિમિત નહીં હોય, પરંતુ તેને મલ્ટી પર્પઝ સ્પોર્ટ્સ એરિના તરીકે વિકસિત કરવામાં આવશે. અહીં આંતરાષ્ટ્રીય ફૂટબોલ મેચ, મોટા સાંસ્કૃતિક કાર્યક્રમ, સંગીત સમારોહ અને મોટા ક્ધવેંશન આયોજિત કરવા માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ હશે. વર્તમાન સમયમાં હૈદરાબાદના ઉપ્પલ સ્થિત રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની દર્શક ક્ષમતા સિમિત છે.
એવામાં વર્લ્ડ કપ જેવા મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોની મુખ્ય મેચો માટે શહેરને એક મોટા સ્ટેડિયમની જરૂૂર હતી. ફ્યૂચર સિટીમાં આકાર પામનાર આ સ્ટેડિયમ આઉટર રિંગ રોડ, પ્રસ્તાવિત રીઝનલ રિંગ રોડ, મેટ્રો રેલ વિસ્તાર અને શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ખૂબ જ નજીક હશે. તેથી શહેરની સાથે દેશ-વિદેશથી આવતા દર્શકો માટે અહીં પહોંચવું સરળ હશે. આ મેગા પ્રોજેક્ટ દ્વારા હૈદરાબાદ ન માત્ર વૈશ્વિક સ્પોર્ટ્સમાં પોતાની નવી ઓળખ બનાવશે, પરંતુ તેનાથી રાજ્યમાં સ્પોર્ટ્સ ટુરિઝમ અને યુવાઓ માટે શાનદાર તકોને પણ પ્રોત્સાહન મળશે.
