જમીનમાં અડધો કિલોમીટર ઊંડે આવેલી ખાણમાં છે વિશ્ર્વની સૌથી ઊંડી હોટેલ

સ્નોડોનિયાની આ હોટેલમાં જવા માટે ટોર્ચના અંજવાળે નિસરણીથી જવું પડે છે   ખંડિયેર પડી રહેલાં ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જૂના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઈને સૂવાનો…

સ્નોડોનિયાની આ હોટેલમાં જવા માટે ટોર્ચના અંજવાળે નિસરણીથી જવું પડે છે

 

ખંડિયેર પડી રહેલાં ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જૂના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઈને સૂવાનો રૂૂંવાડાં ખડાં થઈ જાય એવો એક્સ્પીરિયન્સ આપતી રેસ્ટોરાં કે નાઇટ સ્ટેની સુવિધા આપતી હોટેલો વિશ્વભરમાં હવે ખૂલી રહી છે. યુનાઇટેડ કિંગડમના વેલ્સ નામના દેશમાં સ્વીડનમાં ચાંદીની ખાણોમાં 508 ફુટ ઊંડે સાલા સિલ્વર માઇન હોટેલ આવેલી છે જે અત્યાર સુધી વિશ્વની સૌથી ઊંડી હોટેલ હતી. હવેઆ હોટેલનો ખિતાબ વેલ્સ દેશમાં આવેલા સ્નોડોનિયા પર્વતમાળાની વચ્ચે આવેલી તાંબાની ખાણોમાં બનેલી નવી હોટેલે ઝૂંટવી લીધો છે.

ધ ડીપ સ્લીપ હોટેલ તરીકે જાણીતી સ્નોડોનિયાની હોટેલ 1375 ફુટ ઊંડે છે. જમીનથી લગભગ અડધો કિલોમીટર ઊંડે આવેલી તાંબાની ખાણની આ હોટેલમાં અંદર જવું હોય તો તમારે ટોર્ચના અજવાળે નિસરણી ઊતરીને જવું પડે છે. આ હોટેલમાં રહેવા જવું એ ઍડ્વેન્ચરથી કમ નથી. પોણો કલાક સુધી સ્નોડોનિયાના પર્વતોમાં ટ્રેકિંગ કરવું પડે છે અને એ પછી હોટેલની અંદર પ્રવેશ્યા પછી લગભગ વીસેક મિનિટ જેટલું ઉતરાણ કરવાનું હોય છે. ખાણની ગલીકૂંચીઓ અને નિસરણી પરથી લટકીને નીચે ઊતર્યા પછી અંદર એક સુંદર અને રમણીય જગ્યા દેખાય છે. એમાં અમુક ભાગમાં તો પાણીનાં ઝરણાં જેવું પણ છે. એ વહેતા પાણી પર લાકડાની કેબિન બનાવીને રહેવાની રૂૂમ બનાવાઈ છે. પાતાળમાં આવેલી આ હોટેલનું તાપમાન આખા વર્ષ દરમ્યાન ઠંડું રહે છે એટલે કોઈ એક્સ્ટ્રા ઍર-કન્ડિશનરની જરૂૂર નથી પડતી.

આ ખાણમાં તમને ઇથરનેટ કેબલથી ઇન્ટરનેટ ઍક્સેસ કરવા મળશે. તમે કોઈ જંગલમાં આવ્યા હો તો કેવું એક્સપરિમેન્ટલ ખાવાનું મળે એવું બેઝિક ફૂડ અહીં મળશે. શનિ-રવિના આ હોટેલનું ઍડ્વાન્સ બુકિંગ લગભગ બે મહિના અગાઉથી કરી લેવું જરૂૂરી છે.હોટેલમાં આવવા-જવા માટે ખાણિયાઓની જેમ હેલ્મેટ પહેરીને નિસરણીનો ઉપયોગ કરવો પડે. આ સુંદર જગ્યાએ પહોંચતાં જ અડધો દિવસ નીકળી જાય છે. અહીં રાત રોકાનારા લોકોના રિવ્યુ મુજબ આ હોટેલમાં તમે હોઠ ફફડાવો તોય અવાજ પડઘાય છે.