ક્રાઇમ
મોરબીમાં ઇન્દિરાનગર અને વિશીપરામાં ચોરી કરનાર ઝડપાયો
સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તસ્કરની પૂછપરછમાં વધુ બે શખ્સોના નામ ખૂલયા
મોરબીમાં બે જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે. આ ચોરીને અંજામ આપનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.મોરબીના ઇન્દિરાનગર તથા વિશિપરા વિસ્તારમાં મકાનમાં થયેલી ચોરીનો બનાવ બન્યો હતો. અનુક્રમે રૂૂ.1.67 લાખ અને રૂૂ.21 લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી.
પોલીસે 200થી વધુ સીસીટીવીની તપાસ અને ટેક્નિકલ સર્વેલન્સની ટિમોએ તપાસ કરી હતી. જેમાં આ ચોરી કરનાર શખ્સ હોન્ડા સાઈનમાં આવતા હોવાની બાતમી મળતા તે પ્રમાણે પોલીસે વોચ ગોઠવી સોનુસિંઘ શેરસિંઘ ખીલજીને પકડી પાડ્યો છે. તેની પાસેથી મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આ સાથે અન્ય બે શખ્સોના નામ ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.