ગુજરાત
ઠેબા ચોકડી પાસે સબ સ્ટેશનના બે લાખના વાયરની ચોરી
પંચકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
જામનગર નજીકથી ઠેબા ચોકડી પાસે 220 કે.વી. સબ સ્ટેશન ના એરિયામાં કોઈ તસ્કરો એ ખાતર પાડ્યું હતું, અને મેદાનમાં રાખવામાં આવેલા જુદા જુદા રૂૂપિયા પોણા બે લાખની કિંમતના કેબલની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.જામનગર નજીક ઠેબા ચોકડી પાસે જેટકો નું 220 કેવી સબ સ્ટેશન આવેલું છે, જ્યાં ઇલેક્ટ્રીક ને લગતો માલ સમાન રાખવામાં આવ્યો છે.
જે સબ સ્ટેશનના એરિયામાં દિવાલ કૂદીને કોઈ તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, અને જુદા જુદા વાયર ના બંડલોમાંથી કુલ રૂૂપિયા 1,75,000 ની કિંમત ના કેબલની ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે હરિસિંહ નાથુભા જાડેજાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂૂ કરાયો છે.