રાષ્ટ્રીય
‘ધ સાબરમતી રિપોર્ટ’ના એક્ટર વિક્રાંત મૈસીની એક્ટિંગને અલવિદા
એક્ટિંગમાં પોતાની દમદાર ઓળખ બનાવી ચૂકેલા વિક્રાંત મૈસીએ એક ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. ધ સાબરમતી રિપોર્ટ એક્ટરના આ નિર્ણયને લઇ ચર્ચામાં છે. 1 ડિસેમ્બરના રોજ અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરી, જેમાં એમણે એક્ટિંગમાંથી બ્રેક લેવાનું એલાન કર્યું. આ પોસ્ટે માત્ર એમના ફેન્સને જ નહીં પરંતુ બધાને ચોંકાવી દીધા છે.
વિક્રાંત મૈસીએ પોસ્ટમાં લખ્યું, છેલ્લા ઘણા વર્ષ શાનદાર રહ્યા છે. તમારા બધાના સપોર્ટ માટે આભાર. હવે સમય છે પોતાને રીસેટ કરવાનો. 2025માં તમને છેલ્લી વખત મળીશ, જ્યાં સુધી યોગ્ય સમય નહીં આવે. બે અંતિમ ફિલ્મો અને અનેક યાદો. બધું આપવા માટે આભાર. હંમેશા આભારી રહીશ. ફેન્સ હેરાન છે કે, આખરે વિક્રાંતે આવો નિર્ણય શા માટે લીધો.
વિક્રાંતએ પોસ્ટમાં લખ્યું છે કે, હવે પરિવાર અને પ્રાઇવેટ જીવનને પ્રાથમિકતા આપવાનું વિચારી રહ્યો છે. એમની પત્ની શીતલ ઠાકોરે હાલમાં જ એમના પહેલા બાળકને જન્મ આપ્યો છે, જે પછી વિક્રાંતે પારિવારિક કર્તવ્યોને પૂરા કરવાનો નિર્ણય લીધો છે. એક અભિનેતાના રૂૂપમાં એમણે હંમેશા જવાબદારીથી કામ કર્યું અને હવે પરિવાર સાથે વધુ સમય પસાર કરવા માંગે છે. વિક્રાંતે 2004માં ટીવી શો કહાં હૂં મેંથી પોતાના કરિયરની શરૂૂઆત કરી હતી, ત્યારબાદ તેણે નાના પડદા પર ઘણા હિટ શો કર્યા હતા. ધરમવીર, બાલિકા વધૂ અને કુબૂલ હૈ જેવા શોમાં તેની ભૂમિકાઓને દર્શકોએ ખૂબ વખાણી હતી.
પરંતુ 2013માં ફિલ્મ લૂટેરાથી બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ તેની ઓળખ વધુ મજબૂત બની હતી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી, જેમાં કેટલીક ફિલ્મોએ શાનદાર સફળતા મેળવી, જ્યારે કેટલીક ફ્લોપ પણ રહી. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી 12મી ફેલ અને ધ સાબરમતી રિપોર્ટને પંસદ પડી હતી.