ગુજરાત

આજથી 10 દિવસ સુધી વિદ્યાસહાયકની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

Published

on

ધોરણ 1થી 8 માટે કુલ 13,852 જગ્યાઓ ભરાશે

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને પ્રાથમિક શાળામાં ક્રમીક ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલની કુલ 7,609 જગ્યામાં શિક્ષક બનવા માટે ફોર્મ ભરવાની મુદત તા.7 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે.


બીજી તરફ પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની 13,852 જગ્યાની ભરતી માટે તા.7 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ થશે.આ ક્રમીક ભરતી હોવાથી હાઈસ્કૂલના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં ઝડપ નહીં આવે તો આખીયે ભરતી પ્રક્રિયા ખોરવાશે. કારણ કે, હાઈસ્કૂલની ભરતી પ્રક્રિયામાં પૂરતો સ્ટાફ ન હોવાથી કામગીરી ધીમીગતિએ ચાલી રહી હોવા છતાં કમિશનર ઓફ સ્કૂલની કચેરીના નિયામકના પેટનું પાણી પણ હલતું ન હોવાની ચર્ચાએ જોર પકડયું છે. રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1,608 અને ગ્રાન્ટેડમાં 2,484 જગ્યા મળી કુલ 4,092 તેમજ ગ્રાન્ટેડ માધ્યમિકમાં 2,317 અને સરકારી માધ્યમિકમાં 1,200 મળી 3,517 જગ્યાની ભરતી માટે ગત તા.10 ઓક્ટોબરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરાઈ હતી, જેની મુદત પૂર્ણ થયા બાદ ફરી તા. 7 નવેમ્બર સુધી લંબાવાઈ હતી.

જોકે હજુ આ મૂદતમાં વધારો થવાની શક્યતા પણ કેટલાક અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ પ્રાથમિક શાળામાં ધોરણ.1થી 5માં 5,000, ધોરણ.6થી 8માં 7,000 અને અન્ય માધ્યમની શાળાઓમાં 1,852 મળી કુલ 13,852 શિક્ષકોની ભરતી માટે તા.7 નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂૂ થશે. પ્રાથમિકના શિક્ષક માટે આગામી તા.16 નવેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version