ગુજરાત

ધંધુકાની આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી-પાટીદાર અગ્રણીની કૂર હત્યા

Published

on

ભીમનાથ ગામે ગામના જ શખ્સે માથામાં તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી પોતે પણ ઝેરી દવા પી લીધી

ધંધુકામાં બનેલા એક કરૂૂણ બનાવમાં ધંધુકાની આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટીની હત્યા કરી નાંખવામાં આવી હતી. આરોપીએ તમે નોકરી ન અપાવી કહીને ટ્રસ્ટી ધરમશી પટેલની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. બાદમાં પોતે ઝેરી દવા પી લઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.


આ બનાવની વિગત મુજબ બોટાદના ભીમનાથ ગામના રહેવાસી અને ધંધૂકાની આરએમએસ હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશીભાઈ પટેલની ગામના જ યુવકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘરઆંગણે જ હત્યા કરી હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, યુવક સતત તમે નોકરી ન અપાવી મારાં 3 વર્ષ બગાડ્યાં તેમ બોલી રહ્યો હતો.
જે દરમિયાન ઉશ્કેરાઈને જઈને ધરમશીભાઈ પટેલ પર ખપારી વડે હુમલો કરી નાસી છુટયો હતો. બીજીતરફ ધરમશી પટેલની હત્યા કેસમાં પોલીસે આરોપી કલ્પેશ સવજીભાઈ મેર નામની વ્યક્તિની ધરપકડ કરી છે. કલ્પેશ મેરે ધરમશીભાઈની હત્યા કરીને પોતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જોકે પોલીસે કલ્પેશ મેરની તેના ઘરેથી ધરપકડ કરી હતી.


સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.બરવાળાના ભીમનાથ ગામે રહેતા ધરમશી પટેલ (ઉં.વ.88)ની હત્યા થઈ હોવાની માહિતી સામે આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ધરમશી પટેલ ધંધુકા આર એમ એસ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી હતા. જેમની તેમના ઘરઆંગણે જ ગામના જ શખસ દ્વારા ખપારીના હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.


ઘટનાની જાણ થતાં બરવાળા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. હત્યા શું કામ કરવામાં આવી, શું કોઈ જૂની આદાવત છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના આગેવાનો ભીમનાથ પહોંચ્યા હતો. જ્યાં વધુ તપાસ સાથે ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ભીમનાથ ગામના ઉપસરપંચ અને હત્યાના પ્રત્યક્ષદર્શી રાઠોડ મંગળસિહભાઈએ જણાવ્યું હતું કે, હું અને ધરમશીભાઈ ડેલા બહાર ઊભા હતા. ત્યાં કલ્પેશભાઈ સવજીભાઈ મેર આવ્યો અને બોલવા લાગ્યો.ધરમશીકાકએ કીધું કે, ભાઈ તને શું છે, તું કેમ મારી સાથે આમ રાડો નાખે છે.


તો કહેવા લાગ્યો મારી નોકરીનું શું કર્યું તમે એમ કહી બોલવા લાગ્યો. ત્યાર બાદ હું આવું છું તેમ કહી દોડાદોડ ઘરે ગયો. ઘરેથી દાંતી અને લોખંડના પાઈપ લઈને દોડાદોડ આવ્યો. જેથી મેં તેને કહ્યું રુકી જા, બંધ થઈ જા, પાછો વળી જા. પણ એણે તો સીધો ધરમશીભાઈના માથામાં ઘા કર્યો. જેથી ધરમશીભાઈને માથામાં વાગ્યું અને તેઓ ત્યાં જ બેભાન થઈ નીચે પડી ગયા. જેથી મેં બધાને સાદ પાડીને બોલાવ્યા. જેથી તેમનો એક નોકર છે ઉત્તરપ્રદેશનો જે કલરકામનું કામ કરે છે. એ અને અન્ય એક બહેન દોડી આવી અને તેના હાથમાંથી તીક્ષ્ણ હથિયાર ઉંચકી લીધું. જે બાદ તે ભાગી ગયો અને અમે ધરમશીભાઈને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

પણ બચાવી શકાયા નથી.આરોપીઆ પહેલાં અમારી ભીમનાથ મધ્યાન ભોજન શાળામાં નોકરી કરતો હતો. તે બસ ધરમશીભાઈને એટલું જ કહેતો હતો કે, તમે મને નોકરી કેમ ન અપાવી, તમે મારા ત્રણ વર્ષ કેમ બગાડ્યા આવું બધું બોલતો હતો.બોટાદ એસ પી કે.એફ.બલોળિયાએ જણાવ્યું હતું કે, ધરમશીભાઈ ધંધૂકા આરએમએસ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા હતા. બેલ્ડિંગ ક્ન્સટ્રક્શનના વ્યવસાય તેમજ અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version