Site icon Gujarat Mirror

અક્ષરના મેચ વિનિંગ કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈ

ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારે રોમાંચ બાદ ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સમાન અફલાતુન કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈ ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં સંજુ સેમસનએ પોતાના બેટથી ફેન્સનું ધ્યાન ખેંચ્યું, પરંતુ એક અન્ય ખેલાડી હતો.

જેની ફિલ્ડિંગ પરાક્રમ ફેન્સને હંમેશા યાદ રહેશે. અક્ષર પટેલે ટીમને જ્યારે સૌથી વધુ જરૂૂર હતી ત્યારે ભારતને વિકેટ અપાવી હતી. અક્ષર પટેલે બે જાદુઈ કેચ પક્ડયા, જેનાથી ફેન્સને 1983ના ODI વર્લ્ડકપના કપિલ દેવની યાદ આવી ગઈ.

આ ઘટના ઈંગ્લેન્ડની ઈનિંગની ચોથી ઓવર દરમિયાન બની હતી, જ્યારે તેમનો સ્કોર 1 વિકેટે 38 રન હતો. કેપ્ટન હેરી બ્રુક ક્રીઝ પર હતો અને જોસ બટલર પણ બેટિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં કેપ્ટન સૂર્યાએ બોલ જસપ્રીત બુમરાહને આપ્યો અને તેને પહેલા બોલ પર પોતાની છાપ છોડી દીધી. બ્રુકે એરિયલ શોટ રમ્યો અને પોઈન્ટની પાછળ દોડતા અક્ષરે બોલ કેચ કર્યો.

જ્યારે ઈનિંગની 14મી ઓવરના છઠ્ઠા બોલ પર અક્ષર પટેલે મેદાન પર ચપળતા દર્શાવી અને વિલ જેક્સના છગ્ગાને કેચમાં ફેરવવા માટે સિકસલાઈન ઉપર બોલ હવામાં સપાટ જઈ રહ્યો હતો ત્યારે અક્ષરે બાઉન્ડ્રી પર ડાબી બાજુ દોડીને તેને પકડી લીધો. તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને બોલ બીજા ફિલ્ડર શિવમ દુબે તરફ ફેંક્યો જે કેચ દુબેએ પકડી લેતા ભારતનો વિજય નિશ્ર્ચિત થઈ ગયો હતો.

Exit mobile version