ક્રાઇમ
થાનગઢ ટ્રિપલ મર્ડરના મુખ્ય બે આરોપીને ઝડપી જાહેરમાં સરભરા
પત્નીના પ્રેમી અને માતા-પિતાની હત્યા કરતા પોલીસની કાર્યવાહી
થાનગઢ નજીકનાં સારસાણા ની સીમમાં પ્રેમ પ્રકરણમાં ગત બુધવારનાં રોજ ત્રણ શખ્સો અને તેના સાગરીતો એ મળી નિદ્રાધીન પરિવાર ઉપર છરી, લાકડી વડે હુમલો કરી મહિલા સહિત ત્રણ વ્યક્તિ ની હત્યાં ના ગુના ના મુખ્ય બે આરોપીઓ ને રવિવારના પકડી પાડી પાડી જાહેરમાં સરભરા કરી હતી.
ટ્રીપલ હત્યાકાંડ અંગે વિગત આપતા ડીવાયએસપી વિશાલ રબારી એ જણાવ્યું હતું કે પતિ ને છોડી ને સંગીતાબેન એ તેના પ્રેમિ સાથે મૈત્રી કરાર કરી લીવ ઇન મા છેલ્લા પાંચ મહિનાથી ચોટીલાનાં સુરૈઇ ગામે રહેતા જેઓ સારસાણા નજીક ભાગમાં વાડી વાવતા હાલનાં સાસુ સસરા ને ત્યાં દિવાળીની ઉજવણી કરવા આવેલ જે અંગે તેના પતિ ને જાણ થતા તેણે તેના કાકા સંગીતાનાં ભાઇ તેમજ અન્ય સાગરીતો સાથે કાવતરૂૂ રચી હુમલો કરી બજાણીયા ભાવેશ તેના પિતા ઘુઘાભાઇ તેમજ માતા મંજુબેન ને ગંભીર ઈજાઓ પહોચાડી ત્રણ ની હત્યા નિપજાવેલ જે ગુનામાં મુખ્ય આરોપી એવા પૂર્વ પતિ એવા મનડાસરનો દિનેશ નાનજીભાઇ સાપરા તેમજ સંગીતાનાં ભાઇ દિનેશ સુખાભાઇ સાબળીયા રે વરમાધાર વાળા ને ગામ ની સીમ માંથી પકડી પાડેલ હતાં.
ત્રણ ત્રણ હત્યા અંગે કોઇ પણ અફસોસ વગર આરોપીઓએ કબુલાત કરેલ કે પોતાની પત્ની સાથે પ્રેમી આવેલ હોવાનું જોઇ જતા ચડેલા ખુન્નસ અને ઉશ્કેરાટ ને કારણે ખુની હુમલો કરેલ હતો મૃતકના સમાજનો ઉગ્ર રોષ અને જિલ્લાની પ્રજામાં લુખ્ખાગીરી ને કારણે ખાખી ની ઢીલી પડતી ધાક ને ફરી ગુંડાગીરીમાં સબક સમી ધાક બેસાડવા પોલીસ અધિકારીઓ એ સિંઘમ સ્ટાઇલ અપનાવી આરોપીઓને થાનગઢ ની મુખ્ય બજારમાં જાહેરમાં ગુનેગારની સરભરા નિહાળવા લોકોનાં ટોળા ઉમટ્યા હતા.