Site icon Gujarat Mirror

જસદણના બરવાળા વિસ્તારમાં પવનચક્કીનો વાયર ચોરી કરનાર ટોળકીનો સાગ્રીત ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને મોટી સફળતા મળી છે. ભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારના બરવાળા ગામની સીમમાં થયેલી પવનચક્કીના કોપર વાયરની ચોરીનો ભેદ ઉકેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.આ ચોરીમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી ખુલી છે જેની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

આજથી આશરે બે મહિના પહેલા ભાડલા પોલીસ સ્ટેશન હેઠળના બરવાળા ગામની સીમમાં આવેલી પવનચક્કીને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો પવનચક્કીમાંથી કિંમતી કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ વણશોધાયેલ ગુનાને ઉકેલવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હોય જે અન્યવે એલ.સી.બી. શાખાના પી.આઈ. વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ સ્ટાફ જસદણ ડિવિઝનના ભાડલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ બાવળીયા અને જીતેન્દ્રભાઈ ગોહીલને સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી દિલીપ છગનભાઈ સોલંકી (રહે. ગુંદાગામ, તા. ચોટીલા) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી કોપર વાયરના ટુકડા તથા ગૂંચળા: 34 કિલોગ્રામ (કિંમત રૂૂ. 34,000/-) મોબાઈલ ફોન: 2 નંગ (કિંમત રૂૂ. 10,000/-) સહીત કુલ રૂૂ. 44,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસ દરમિયાન આ ચોરીમાં અન્ય ત્રણ શખ્સોની સંડોવણી પણ ખૂલી છે જેમાં અજીત વિહાભાઇ ગાબુ (તાજપર, ચોટીલા) રગો ઉર્ફે ગુજ્જર ભોળાભાઈ પલાળીયા (ખાટડીગામ, ચોટીલા) અને રણજીત વશરામભાઈ સાઢમીયા (ગુદા ગામ, ચોટીલા) જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આ સફળ ઓપરેશનમાં એલ.સી.બી.ના પી.આઈ. વી.વી. ઓડેદરા સાથે પી.એસ.આઈ. એચ.સી. ગોહીલ, કે.એમ. ચાવડા, આર.વી. ભીમાણી, પી.એન. ભરવાડ તથા એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ઝડપાયેલા આરોપીને આગળની તપાસ માટે ભાડલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Exit mobile version