Site icon Gujarat Mirror

હોસ્પિટલ ચોકમાં ધરણાં પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની તબિયત લથડી

શહેરના સિવિલ હોસ્પીટલ ચોકમાં મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઇ કામદારોની ભરતીમાં ગેર બંધારણીય નિયમ રદ કરવાની માંગ સાથે 17 દિવસથી ધરણા પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે. જો કે માંગણી ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા અને દાદા-દાદીવાળો ગેરબંધારણીય નિયમ રદ કરવાની માંગ સાથે સિવિલ હોસ્પીટલ ચોકમાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે 17 દિવસથી ધરણા-ઉપવાસ પર બેઠેલા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ ભરતભાઇ બેડીયા (ઉ.33, રે.મોચીનગર, રામાપીર ચોકડી પાસે)ની ગતરાતે તબીયત લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હજુ પણ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખે ધરણા- ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જયાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.

Exit mobile version