Site icon Gujarat Mirror

એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો 2020નો ઠરાવ સરકારે અંતે રદ કર્યો

 

રાજ્યમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલોમાં એપ્રિલ માસથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020માં કરાયેલા ઠરાવનો હજુસુધી અમલ કરવામાં આવ્યો નથી તેવા સમાચાર પ્રસારિત થયા બાદ તાકીદે શિક્ષણ વિભાગ દ્વારા નવું શૈક્ષણિક સત્ર એપ્રિલ માસમાં શરૂૂ કરવાનો જૂનો ઠરાવ રદ કરવાની જાહેરાત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે હવે હાલમાં ચાલતી પધ્ધતિ પ્રમાણે જ જૂનમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂૂ કરવામાં આવશે તે નક્કી થઇ ગયુ છે.

રાજ્યમાં દિનપ્રતિદિન સેન્ટ્રલ બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોની સંખ્યા વધી રહી છે ત્યારે સેન્ટ્રલ બોર્ડની સ્કૂલની જેમ જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કૂલોમાં પણ એપ્રિલ માસથી શૈક્ષણિક સત્ર શરૂૂ કરવાનું નક્કી કરીને વર્ષ 2020માં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ હતી કે જે વર્ષે જાહેરાત કરવામાં આવી તે વર્ષે કોરોના મહામારીના કારણે નવા ઠરાવનો અમલ થઇ શકયો નહોતો. આ મુદ્દે બોર્ડના પૂર્વ સભ્યોએ નવા શૈક્ષણિક વર્ષથી એપ્રિલ માસમાં સ્કૂલો શરૂૂ કરવા માટે ભલામણ પણ કરવામાં આવી હતી. રાજયમાં બન્ને બોર્ડમાં શૈક્ષણિક સત્ર શરૂૂ થવાના અને પુરુ થવાના દિવસો અલગ અલગ હોવાથી વિદ્યાર્થી-વાલીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉભી થતી હતી. જેના કારણે બોર્ડ દ્વારા વર્ષ 2020માં ઠરાવ કરીને સેન્ટ્રલ બોર્ડની જેમ જ એપ્રિલ માસમાં શૈક્ષણિક સત્ર શરૂૂ કરવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા 4 ફેબ્રુઆરી 2020ના કરાયેલા નવા ઠરાવમાં 20મી એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂૂ કરવા અને 4 મેથી 7મી જૂન વચ્ચે ઉનાળુ વેકેશન રાખવાનું નક્કી કરાયુ હતુ. આજ રીતે દરવર્ષે નવુ શૈક્ષણિક સત્ર એપ્રિલ માસમા જ શરૂૂ થશે તેવું પણ નક્કી કરાયું હતું.

જોકે, સળંગ પાંચ વર્ષ સુધી આ ઠરાવનો અમલ કરવામાં ન આવતાં દરવર્ષે ઠરાવનો અમલ કરાશે તેવી ચર્ચા શરૂૂ થતી હતી. આ સ્થિતિમાં શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવેસરથી પરિપત્ર બહાર પાડીને એપ્રિલમાં નવું શૈક્ષણિક સત્ર શરૂૂ કરવાનો જે જૂનો ઠરાવ હતો તે મૂળ અસરથી રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. એટલે કે સરકાર દ્વારા હવે જૂનો ઠરાવ જ રદ કરી દેવામાં આવતાં હવે એપ્રિલમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂૂ થશે તેવી ચર્ચા પર પૂર્ણ વિરામ મુકાઇ ગયુ છે.

 

Exit mobile version