Site icon Gujarat Mirror

વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના ‘ભગવાન’ અને ફૂટબોલના ‘જાદુગર’ની મુલાકાત

મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રમતગમત જગતની એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું છે. વિશ્વભરમાં પોતાની રમતથી કરોડો ચાહકોના દિલ જીતનારા અને ’નંબર 10’ ની જર્સીને એક અલગ ઓળખ આપનારા બે મહાન ખેલાડીઓ એકસાથે જોવા મળ્યા હતા. આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસ્સી અને ભારતના ’માસ્ટર બ્લાસ્ટર’ સચિન તેંડુલકર વચ્ચેની મુલાકાતે ચાહકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે ક્રિકેટ અને ફૂટબોલના બે સૌથી મોટા સિતારાઓ એકમંચ પર આવ્યા, ત્યારે આખો માહોલ ખુશી અને રોમાંચથી ભરાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય રમતોમાં ’10 નંબર’ ની જર્સી પહેરીને મેદાન ગજવનારા સચિન તેંડુલકર અને લિયોનેલ મેસ્સીનું મિલન એ માત્ર બે વ્યક્તિઓનું નહીં, પરંતુ બે મહાન રમતોનું સંગમ હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સ્ટેડિયમમાં હાજર લોકોની સાથે સોશિયલ મીડિયા પર પણ આ મુલાકાતના વીડિયો અને ફોટા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન બંને દિગ્ગજો વચ્ચે ભેટ-સોગાદોની પણ આપ-લે થઈ હતી, જે ભાવનાત્મક રીતે ખૂબ જ મહત્વની હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને પોતાની 2011 વનડે વર્લ્ડ કપની યાદગાર જર્સી ભેટ સ્વરૂૂપે આપી હતી. આ એ જ જર્સી હતી જે પહેરીને સચિને ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનું સપનું પૂરું કર્યું હતું. જવાબમાં આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ પણ સચિનને 2022 ના ફીફા વર્લ્ડ કપનો ઓફિશિયલ ફૂટબોલ ભેટમાં આપ્યો હતો.

આ ક્ષણે બંને ખેલાડીઓના ચહેરા પર પરસ્પર આદર અને સ્મિત સ્પષ્ટ દેખાતું હતું. આ કાર્યક્રમમાં ભારતીય ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ કેપ્ટન સુનીલ છેત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. લિયોનેલ મેસ્સીએ સુનીલ છેત્રી સાથે પણ મુલાકાત કરી હતી

Exit mobile version