Site icon Gujarat Mirror

નાળિયેરમાં ભરાવેલું ગુપ્તાંગ મૂળમાંથી ઉખડી ગયું!

ગોંડલના અસ્થિર મગજના યુવકને ‘અખતરો’ ભારે પડયો, ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો

ઘોર કળીયુગ આવ્યો હોય તેમ હવસખોરો નાની બાળાઓના દેહ પીંખી રહ્યાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. એટલું જ નહીં પરંતુ હવસખોરો હવસ સંતોષવા અવનવા કીમીયા કરતા હોય છે જેમાં ગંભીર પરિણામ ભોગવવું પડે છે ત્યારે વધુ એક બનાવમાં ગોંડલમાં રહેતાં અસ્થિર મગજના યુવાને હવસ સંતોષવા નાળીયેરમાં ગુપ્તાંગ ઘુસાડી દીધું હતું. ગુપ્તાંગ કાઢતી વેળાએ જડમુળમાંથી ઉખડી ગયું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, ગોંડલમાં આઈ.ટી.આઈ.નજીક રહેતો 18 વર્ષનો યુવાન ગત તા.12નાં રોજ સવારનાં ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ગુપ્તાંગમાં ઈજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તાત્કાલીક ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં ગોંડલ બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત યુવક અને તેના પરિવારનું નિવેદન નોંધ્યું હતું.

આ અંગે પ્રાથમિક પુછપરછમાં 18 વર્ષિય યુવક બે ભાઈ ત્રણ બહેનમાં નાનો છે અને માનસિક બિમારીમાં સપડાયો છે. યુવાન એકલવાયુ જીવન જીવે છે. અસ્થિર મગજના યુવાને નાળીયેર પાણીના હોલમાં પોતાનું ગુપ્તાંગ ભરાવી દીધું હતું. બાદમાં નાળીયેરમાંથી ગુપ્તાંગ બહાર કાઢવા યુવાને પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગુપ્તાંગ નાળીયેરના હોલમાં ફસાઈ ગયું હતું જેથી યુવાને જોરથી બળ લગાડી નાળીયેર ખેંચતાં ગુપ્તાંગ જડમુળમાંથી ઉખડી ગયું હતું. જેથી યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ બી-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version