આંતરરાષ્ટ્રીય
ડ્રેગને ઓકાત બતાવી, સમજૂતિ બાદ પેટ્રોલિંગ માર્ગ નક્કી કરવામાં આડોડાઇ
રશિયામાં પ્રમુખ પુતિનનાં દબાણથી ભારત અને ચીન પોત પોતાનાં સૈન્યો લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી)થી 1 કી.મી. દૂર ખસેડી લેવા સહમત થયાં હતાં. પરંતુ બંને દેશો સમજતા જ હતા કે આ સમજૂતી ટકી શકે તેમ અને પરંતુ આટલા ટુંકા સમયમાં જ ચીને વિવાદ ઊભો કરી પોતાની અસલીયત પર આવી ગયુ છે. તેણે દૌલત બેગ ઓલ્ડી પાસેના ઘાટથી દક્ષિણ પૂર્વે રહેલાં દેપસાંગમાં પેટ્રોલિંગના માર્ગ અને વિસ્તાર અંગે વિવાદ ઉભો કર્યો છે.
ચીને પોઇન્ટસ 10-11, તેમજ 11-એ, 12-13ના પેટ્રોલિંગના માર્ગ અને વિસ્તાર અંગે વાંધો ઉઠાવ્યો છે. આશ્ચર્ય તો તે વાતનું છે કે બંને તરફથી બ્રિગેડીયર કક્ષાએ મંત્રણા યોજાઈ હતી. તેમાં 2020 પૂર્વેની સ્થિતિ રાખવા અને તે સમયથી ચાલી આવતી પેટ્રોલિંગની કાર્યવાહી માટે ભારત આગ્રહ રાખે છે. તેમજ દેપસાંગ શરૂૂ કરી દક્ષિણના ડેમ ચોક સુધી પેટ્રોલિંગ માટે માર્ગ ખુલ્લા રાખવા સમજૂતી પણ સધાઈ હતી. તે પ્રમાણે ઉક્ત પોઇન્ટસને જોડતા માર્ગો ખુલ્લા રાખવાના છે.પરંતુ હવે ચીનના વિશિષ્ટકારો તે માટે ગલ્લાં તલ્લાં કરે છે. આ સમજૂતી તો સધાઈ ગઈ હતી. તે પછી ચીને બે મુદ્દાઓ ઉભા કર્યા છે. પહેલો મુદ્દો તો તે છે કે ભારતીય સેના પેટ્રોલિંગ પોઇન્ટસ 10 અને 11 વચ્ચે પૂરાં સંખ્યાબળ સાથે ચોકી કરે છે. તે અમે અસ્વીકાર્ય ગણીએ છીએ. બીજો મુદ્દો ચીને તે ઉઠાવ્યો છે કે પેટ્રોલિંગ પોઇન્ટસ 11-એ, 12 અને 13 વિસ્તારમાં ભારતીય સૈનિકો ફૂલ સ્ટ્રેન્થમાં ઉભા રહ્યા છે. (ચોકી કરે છે) તે પણ અસ્વીકાર્ય છે.
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે તેણે દેપસાંગ વિસ્તારમાં એક પોઇન્ટ ઉપર તો સફળ પેટ્રોલિંગ કર્યું હતું જે ત્રણમાંથી એક માર્ગ ઉપર કરવામાં આવ્યું હતું. પરંતુ સેનાએ કયા માર્ગ ઉપર પેટ્રોલિંગ કર્યું તે જણાવ્યું ન હતું.
ભારત ચીનની રમત પ્રત્યે 1962થી સજાગ બની ગયું છે. જો કે તે પછી ચીનની ચાલને પરાસ્ત કરવા, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલનાં નેતૃત્વ નીચે ચાયના સ્ટડી ગુ્રપ (સીએસજી) સક્રિય બની ગયું છે. વાસ્તવમાં આ સ્ટડી ગુ્રપની સ્થાપના તો 1975થી કરાઈ હતી પરંતુ તે અત્યાર જેટલું સક્રિય ન હતું.