Site icon Gujarat Mirror

ભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય મુશ્કેલ હતો, સંબંધોમાં તિરાડ પડી: ટ્રમ્પ પસ્તાયા

ભારતની રશિયા પાસેથી ઓઈલની ખરીદીને મુદ્દો બનાવીને એકબાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ તેઓ વારંવાર ભારત પ્રત્યે નરમાઈ પણ દાખવી રહ્યા છે.

હવે તેમનું એક નવું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને કપરો નિર્ણય ગણાવતા કહે છે કે રશિયન ઓઈલની ખરીદી મુદ્દે ભારત સાથે અમેરિકાના સંબંધોમાં તિરાડ આવી છે અને ભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે તેમના તરફથી લગાવવામાં આવેલા ટેરિફના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધ્યો છે.

શુક્રવારે આપેલા એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા પાસેથી ઓઈલ ખરીદી પર લગાવવામાં આવેલા ટેરિફે બંને દેશો વચ્ચે તિરાડ ઊભી કરી છે. ટ્રમ્પે એ પણ સ્વીકાર્યું કે ભારત પર 50 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય સરળ ન હતો. પરંતુ તેમણે તેને જરૂૂરી ગણાવ્યો. તેમના જણાવ્યાં મુજબ આ પગલું અમેરિકાના આર્થિક હિતોની રક્ષા માટે ઉઠાવવામાં આવ્યું.

Exit mobile version