ગુજરાત
ઠેબા ચોકડીએ છોટા હાથીએ ટક્કર મારતા પુત્રની નજર સાથે પિતાનું મોત
રાજકોટથી લાલપુર જતી વખતે બાઇક અકસ્માત સજાર્યો
જામનગર- રાજકોટ હાઇવે રોડ પર ઠેબા ચોકડી પાસે છોટા હાથી અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્ર અકસ્માતે નીચે પટકાયા બાદ 65 વર્ષના બુઝુર્ગનું પોતાના પુત્રની નજર સમક્ષ મૃત્યુ નીપજયું છે. જે બનાવ અંગે પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં ભક્તિનગર સર્કલમાં રહેતા ધર્મેશભાઈ ભરતભાઈ લાઠીયા કે જેઓ પોતાના પિતા ભરતભાઈ ભીખુભાઈ લાઠીયા (ઉ.વ. 65)ને પોતાના બાઈકમાં પાછળ બેસાડીને રાજકોટ થી લાલપુર પોતાની કુટુંબી બહેનને ઘેર આંટો મારવા ગયા હતા, અને ત્યાંથી ગઈકાલે બપોરે ભોજન કરીને પરત રાજકોટ જવા માટે નીકળ્યા હતા.
દરમિયાન ઠેબા ચોકડી પાસે કોઈ અજાણ્યા છોટાહાથીના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પાછળ બેઠેલા ભરતભાઈ લાઠીયા (ઉંમર વર્ષ 65) કે જેઓ નીચે પટકાઈ પડ્યા હતા, અને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયા હતા.
જેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા હતા, અને ત્યાં તેઓનો મૃતદેહજ પહોંચ્યો હતો.આ અકસ્માતના બનાવ અંગે ધર્મેશભાઈ લાઠીયા એ અજાણ્યા છોટા હાથીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પંચકોશી બી. ડિવિઝનના પી.આઇ. વીજે રાઠોડ અને તેમની ટીમને બનાવના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સીસીટીવી કેમેરાઓની મદદથી છોટા હાથીના ચાલકની શોધ ખોળ હાથ ધરી છે. જે અકસ્માત સમયે સૌપ્રથમ જી.જી. હોસ્પિટલમાં મદદે આવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાછળથી તે ભાગી છૂટ્યો હતો.