ગુજરાત
જીજી હોસ્પિટલમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો
ગેંગરીનની બિમારીથી મોત થયાનું તારણ
જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. બીમારીના કારણે તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં 45 થી 50 વર્ષની વયના અજ્ઞાત પુરુષને કોઈ વ્યક્તિ દાખલ કરી ગયું હતું, જેનું નામ ઠામ જાણવા મળ્યું નથી, પરંતુ તેના પગમાં ગેંગરીંગ ની બીમારી હતી, અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવવા અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે મૃતદેહની ઓળખ કરવા માટે જી.જી. હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં રાખવામાં આવ્યો છે.