Site icon Gujarat Mirror

ભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યા

લગ્ન કરવા માટે બોગસ આધારકાર્ડ પણ બનાવ્યા, એકમાં ‘સોનલ’ અને બીજામાં ‘નિશા’ નામ ધારણ કર્યું

ભચાઉ તાલુકાના આમરડી ગામના એક યુવકને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી, ખોટા દસ્તાવેજો રજૂ કરી રૂૂ.2 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ મથકે નોંધાઈ છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવતીએ અગાઉ અન્ય એક યુવક સાથે પણ લગ્ન કરી રૂૂ.2.10 લાખ પડાવ્યા હતા. આમરડી ગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા ભરતભાઈ લુહારના પુત્ર મનીષ માટે સગપણની શોધ ચાલતી હતી.

આ દરમિયાન અમદાવાદની રમીલાબેન નામની મહિલા મારફતે સોનલ ઉર્ફે સોનિયા નામની યુવતીનો સંપર્ક થયો હતો. યુવતીના પક્ષે આર્થિક જરૂૂરિયાત હોવાનું જણાવી રૂૂ.2 લાખની માંગણી કરી હતી. ગત તારીખ 29/03/2026 ના રોજ અમદાવાદના એક મંદિરમાં મનીષ અને સોનલના લગ્ન વિધિવત સંપન્ન થયા હતા અને ભરતભાઈએ રોકડા રૂૂ.2 લાખ ચૂકવ્યા હતા.લગ્નના બે જ દિવસ બાદ, 31 માર્ચના રોજ ચોપડવા ગામનો નવીન પરમાર ભરતભાઈના ઘરે પહોંચ્યો હતો. તેણે જણાવ્યું કે, આ જ યુવતીએ ગત 14 ફેબ્રુઆરીના રોજ તેના ભાઈ મહેશ સાથે ‘નિશા કાલીયા’ નામના ખોટા આધારકાર્ડથી લગ્ન કર્યા હતા અને ત્યાંથી રૂૂ.2.10 લાખ પડાવીને ત્રણ દિવસમાં જ પિયર જવાનું કહી પરાર થઈ ગઈ હતી.

જ્યારે ભરતભાઈએ મહેશ પાસે રહેલા લગ્ન કરારના દસ્તાવેજો અને પોતાની પાસે રહેલા સોનલના આધારકાર્ડની સરખામણી કરી, ત્યારે જાણવા મળ્યું કે બંનેમાં ફોટા એક જ યુવતીના હતા પરંતુ નામ અને વિગતો અલગ-અલગ (ખોટી) હતી.યુવતી અને તેની માતા ગંગાબેન પાસે પૈસા પરત માંગતા તેમણે આનાકાની કરી હતી, જેથી આખરે તેમણે સોનલ ઉર્ફે સોનિયા રમેશભાઈ પટેલ અને ગંગાબેન રમેશભાઈ પટેલ (રહે. વટવા, અમદાવાદ) વિરૂૂધ્ધ ફોજદારી નોંધાવી છે. ફરિયાદી ભરતભાઇ પિતાંબરભાઇ લુહારે જણાવ્યું હતું કે,તેમના બે દિકરા જન્મથી જ બન્ને આંખોથી અંધ છે ,માં તેમની જ્ઞાતિમાં સાટા સગપણ પ્રથા હોવાથી પુત્રનું સગપણ થતું નહોતું, જેનો લાભ લઈને આ ઠગ ટોળકીએ તેમને નિશાન બનાવ્યા હતા.

Exit mobile version