ગુજરાત

ગુજરાત જાહેર સેવા આયોગની કમાન હવે IPS અધિકારી હસમુખ પટેલને સોંપાઇ

Published

on


ગુજરાત જાહેર સેવા આયોગના નવા અધ્યક્ષ તરીકે વરિષ્ઠ આઇપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આ અંગેના આદેશો જાહેર કર્યા છે. આઈપીએસ કેડરના વરિષ્ઠ અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં જીપીએસસીના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂંક સાથે જીપીએસસીને નવા નેતૃત્વ મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમની આ નિમણૂંકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.


2018થી તેઓ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર સેવા આપવાનો પણ સમાવેશ થાય છે.


હસમુખ પટેલ આઇપીએસ કેડરના અધિકારી તરીકે ઓળખાય છે અને તેઓ આવતી કાલે જીપીએસસીના અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળવાનું શરૂૂ કરશે. તેમની નિમણૂકથી જીપીએસસીને નવા નેતૃત્વનો સાક્ષી મળશે, જે રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

જીપીએસસીના ચેયરમેન તરીકે વરણી થતા હસમુખ પટેલે આઇપીએસ અધિકારી તરીકેની જવાબદારીમાંથી મુક્ત થવું પડશે અને ટૂંક સમયમાં રાજીનામું આપશે. વિશેષ નોંધનીય છે કે, હાલ હસમુખ પટેલ લોકરક્ષક ભરતી બોર્ડના ચેયરમેન પણ છે, જે સમગ્ર રાજ્યમાં લોકરક્ષકની ભરતી પ્રક્રિયામાં માર્ગદર્શન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version