Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગર સિવિલમાં કલેકટરને કહ્યું બારી બંધ છે!

અધિકારીઓને અવારનવાર કહેવાય છે, ’જમીની હકીકત જુઓ, સામાન્ય માણસની જેમ જીવો’ આ વખતે સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ગુણવંત સોલંકી (જી.એચ. સોલંકી)એ આ વાતને અમલમાં મૂકી દીધી. સરકારી કાર, સિક્યુરિટી કે કોઈ ઔપચારિકતા વગર જ તેઓ સીધા સાદા ડ્રેસમાં સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા અને એક સામાન્ય દર્દીની જેમ કેસ બારી પર ઊભા રહી ગયા. ભાઈ, કેસ કાઢી આપો – કલેક્ટરે સામાન્ય દર્દીની જેમ પૂછ્યું. પણ જવાબ આવ્યો કેસ બારી બંધ થઈ ગઈ છે, હવે કેસ નહીં નીકળે. OPD ટાઈમ પૂરો થઈ ગયો છે.

આ સાંભળી કલેક્ટરને કડવો અનુભવ થયો. પણ તેઓ માત્ર અનુભવ કરીને બેસી રહ્યા નહીં. તરત જ તેમણે આખી હોસ્પિટલની તપાસ શરૂૂ કરી દીધી. OPD , દવાખાનું, લેબોરેટરી, ઓપરેશન થિયેટર, પીડિયાટ્રિક વિભાગ, ડાયાલિસિસ, મહિલા-પુરુષ વોર્ડ સુધી ફરી ફરીને દર્દીઓ સાથે વાત કરી, તેમની હાલાકી સાંભળી અને ભોજનની ક્વોલિટી પણ તપાસી.

કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેમ્પલ કલેક્શન રૂૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ OPD ની રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી.આ ઉપરાંત, કલેક્ટરે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી હતી. તેમણે વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે સંવાદ સાધી તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આરોગ્ય સેવાઓ ઉપરાંત, કલેક્ટરે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર, ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરાયું હતું.

Exit mobile version