KBCના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં જોવા મળશે ‘રામાયણ’ના કલાકારો

નિતેશ તિવારીની ફિલ્મ ’રામાયણ’ના કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના શો ’કૌન બનેગા કરોડપતિ’ના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે.…

નિતેશ તિવારીની ફિલ્મ ’રામાયણ’ના કલાકારો રણબીર કપૂર, સાઈ પલ્લવી અને રવિ દુબે ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનના શો ’કૌન બનેગા કરોડપતિ’ના દિવાળી સ્પેશ્યલ એપિસોડમાં જોવા મળશે. આ ખાસ એપિસોડમાં તહેવારની ખુશીઓની સાથે કલાકારો વચ્ચે હસી-મજાક પણ જોવા મળશે. શોના આ વિશેષ એપિસોડમાં દિવાળીની ઉજવણીની સાથે ’રામાયણ’ સાથે જોડાયેલી ભક્તિ અને આસ્થાની ઝલક પણ જોવા મળશે. ’કૌન બનેગા કરોડપતિ’નો આ દિવાળી સ્પેશ્યલ એપિસોડ 29 અને 30 ઑક્ટોબરે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થશે.

રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ’રામાયણ’ મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે અને ફિલ્મનું ઍડ્વાન્સ બુકિંગ શરૂૂ થઈ ગયું છે ત્યારે તાજેતરમાં જ ’રામાયણ’નું એક ગીત ’મંગલ રંગ’ રિલીઝ થયું છે. આ ગીતે યુટ્યુબ પર આવતાંની સાથે જ દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ’મંગલ રંગ’ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના વિવાહનું દિવ્ય દૃશ્ય જોવા મળે છે.

ગીતમાં માતા સીતાના સ્વયંવરથી લઈને તેમના વિવાહ અને ત્યાર બાદ ભગવાન રામ સાથે વનવાસ જવા સુધીની દરેક બાબત સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ગીતમાં માતા સીતાની ભૂમિકામાં સાઈ પલ્લવી અને ભગવાન રામની ભૂમિકામાં રણબીર કપૂર અત્યંત સુંદર લાગી રહ્યાં છે. બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી પણ અદ્ભુત છે. આ ગીતને શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહે સ્વર આપ્યો છે. ગીતનું સંગીત એ. આર. રહમાને આપ્યું છે, જ્યારે એના શબ્દો કુમાર વિશ્વાસે લખ્યા છે.

આ દૃશ્યમાં એક ભવ્ય ધાર્મિક સમારોહ જેવા વાતાવરણમાં ભગવાન રામની આસપાસ તેમના પરિવારની મહિલાઓ જોવા મળે છે. આ દરમ્યાન તેમની સાથેની મહિલાઓ ભગવાન રામને પીળો લેપ લગાડે છે અને સૌના ચહેરા પર સ્મિત જોવા મળે છે. આ દૃશ્યમાં દર્શાવવામાં આવેલી વિધિને લઈને લોકો વચ્ચે ચર્ચા શરૂૂ થઈ છે.

શરૂૂઆતમાં અનેક દર્શકોએ આ વિધિને પીઠી ચોળવાની અથવા તો હલ્દીની વિધિ ગણાવી હતી અને એની સામે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે આ વિધિ દરમ્યાન માતા સીતા પણ હાજર દેખાય છે. આ ચર્ચા વચ્ચે સોશ્યલ મીડિયા પર બીજી એક સંભાવનાની પણ ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ દૃશ્ય માતા સીતાના પિયર મિથિલા અને પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પ્રચલિત પરંપરાગત આશીર્વાદવિધિ ’ચુમાવન’ હોઈ શકે છે.

ચુમાવન મિથિલાની સંસ્કૃતિમાં પ્રચલિત એક પરંપરાગત વિધિ છે. લગ્ન સહિતના મહત્ત્વપૂર્ણ પ્રસંગોએ આ વિધિ કરવામાં આવે છે. એમાં પરિવારના વડીલો ક્ધયા, વર અથવા યુગલને આશીર્વાદ આપે છે. આ વિધિ દ્વારા તેમનાં સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુષ્ય, સૌભાગ્ય અને અનિષ્ટથી રક્ષણની કામના કરવામાં આવે છે.