ગુજરાત
ઉપલેટાની મોજ નદીમાંથી અજાણી વૃદ્ધાની પાણીમાં તરતી લાશ મળી આવી
મૃતકના વાલીવારસની તપાસ કરાઈ
ઉપલેટા શહેરની મોજ નદીમાંથી ગઈકાલે બપોરે કોઈ અજાણી વૃદ્ધા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જેને લઈને ઉપલેટા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરાયો.પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટા શહેરના દરબાર ગઢના પાણીના ટાંકા પાસે મોજ નદીમાં કોઈ લાશ પાણીમાં તરતી હોવાનું ભેંસો ચરાવતા માલધારીને જાણ થતા તેમણે આસપાસમાં બધાને જાણ કરી જને લઈને મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થયા હતા અને 108 તેમજ ઉપલેટા પોલીસને પણ જાણ કરવામાં આવી.
108 તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ હોય પરંતુ વૃદ્ધાની ઓળખાણ કોઈને ન હોય જેને લઈને પોલીસ દ્વારા પંચનામા બાદ મૃતદેહને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ટ્રેક્ટર દ્વારા ખસેડવામાં આવ્યો હતો. મોતનું કારણ હાલ જાણી શકાયું નથી પીએમ રિપોર્ટ તેમજ પોલીસ તપાસ બાદ જ સાચી હકીકત બહાર આવશે એવું સૂત્રો દ્વારા જણાવાયું છે. હાલ વૃદ્ધાનો મૃતદેહ ઉપલેટા કોટેજ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. અજાણી વૃદ્ધાના જો કોઈ વાલી વારસ મળે તો ઉપલેટા પોલીસ સ્ટેશન 02826 22 14 99 તેમજ જમાદાર હરેશભાઈ જાંબુકિયા મો. 94081 85 468 નંબર પર જાણ કરવા અપીલ કરાઈ.