બોર્ડની પુરક પરીક્ષા જિલ્લાકક્ષાના કેન્દ્રોમાં જ લેવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 ના પરિણામો જાહેર થઈ ગયા છે.…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 ના પરિણામો જાહેર થઈ ગયા છે. બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમ વખત બેસ્ટ ઓફ ટુ સિસ્ટમ અમલમાં મૂકી છે. આ પદ્ધતિ મુજબ પોતાના પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આગામી જૂન માસમાં લેવાનારી બોર્ડની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે.

બોર્ડના સત્તાવાર સાધનો દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ પૂરક પરીક્ષા માત્ર જિલ્લા કક્ષાના કેન્દ્રમાં જ લેવામાં આવશે. અમદાવાદમાં બે કેન્દ્રમાં પરીક્ષા લેવાશે જ્યારે અન્ય જિલ્લાઓમાં એક એક મળીને કુલ 34 સંભવિત કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જામનગર જુનાગઢ પોરબંદર રાજકોટ ભુજ બોટાદ જામખંભાળિયા વેરાવળ અને મોરબી જિલ્લા મથકો એ પરીક્ષા લેવામાં આવશે અને સંભવિત કેન્દ્રની યાદીમાં આ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં લક્ષ્મીનગર કેન્દ્રમાં પરીક્ષા લેવાય તેવી શક્યતા છે. બોર્ડ દ્વારા માત્ર શાળાઓ મારફતે જ ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. નિયત સમય મર્યાદા બહાર આવેલી અથવા તો ઓફલાઈન મળેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે. ઉમેદવારો માટેની ફીની રકમ એક વિષય માટે રૂૂપિયા 150 બે વિષય માટે રૂૂપિયા 215 ત્રણ વિષય માટે રૂૂપિયા 275 અને ત્રણથી વધુ વિષય હોય તો રૂૂપિયા 395 ની ફી પણ ઓનલાઇન ભરવાની રહેશે. ફી રિસીપ્ટ રજીસ્ટ્રેશનના આધાર તરીકે સાચવી રાખવાની રહેશે અને જરૂૂર પડયે બોર્ડ સમક્ષ રજૂ કરવી પડશે. ક્ધયા ઉમેદવારો અને દિવ્યાંગોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પૃથક( આઈસોલેટેડ) ઉમેદવારો તથા ફેબ્રુઆરી માર્ચ 2025 માં લેવામાં આવેલી પરીક્ષામાં નોંધાયા ન હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે નહીં