BCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી દીધી

11 ઓકટોબરથી થશે લાગુ, અમ્પાયરોને 4 ગ્રેડમાં વિભાજીત કર્યા BCCI એ ભારતીય અમ્પાયરોને એક મોટી ભેટ આપી છે. બધા સ્થાનિક અમ્પાયરોની મેચ ફી બમણી કરવામાં…

11 ઓકટોબરથી થશે લાગુ, અમ્પાયરોને 4 ગ્રેડમાં વિભાજીત કર્યા

BCCI એ ભારતીય અમ્પાયરોને એક મોટી ભેટ આપી છે. બધા સ્થાનિક અમ્પાયરોની મેચ ફી બમણી કરવામાં આવી છે. BCCI એ જાહેરાત કરી છે કે અમ્પાયરોને 11 ઓક્ટોબરથી શરૂૂ થનારી રણજી ટ્રોફીથી નવી મેચ ફી મળશે. BCCIએ અમ્પાયરોને ચાર ગ્રેડમાં વિભાજીત કર્યા છે: ગ્રેડ A, B, C અને D. ગ્રેડ A અને B અમ્પાયરો સિનિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરશે, જ્યારે ગ્રેડ C અને D અમ્પાયરો જુનિયર ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરશે. BCCIના નવા નિયમો અનુસાર, અમ્પાયરોને હવે લીગ મેચો માટે દરરોજ ₹40,000 મળશે.

આનો અર્થ એ થયો કે રણજી ટ્રોફી મેચમાં અમ્પાયરિંગ કરતા અમ્પાયરને ચાર દિવસની મેચ માટે ₹160,000 મળશે. ભારતીય અમ્પાયરોને નોકઆઉટ મેચો માટે દરરોજ 50,000 થી 60,000 રૂૂપિયા મળશે. આ રકમ પાછલી સીઝન કરતા બમણી છે.