મામલતદાર, નેશનલ હાઈવેના અધિકારીઓ, પીજીવીસીએલની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. નેશનલ હાઇવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી હતી.ત્યારબાદ આજરોજ તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે જેમાં 45 જેટલા દબાણ ધારકોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા જેમાં 2 જી.સી.બી. તેમજ 3 ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર,નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઇવે ના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા.જેમાં મોટાભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. મોટાથડા,ઓટલા હતા તે કાઢી રાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પી.જી.વી.સી.એલ. સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહી ને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

