ક્રાઇમ

ધ્રોલમાં અકસ્માતના ગુનાનો ફરાર આરોપી મધ્ય પ્રદેશથી ઝડપાયો

Published

on

વાગુદળ નજીકના અકસ્માતમાં એકનું મોત નિપજ્યુ’તું

ધ્રોલ તાલુકાના ધ્રોલથી વાગુદળ જતા રસ્તે તા. 18 જૂન, 2024ના રોજ બનેલા એક ગંભીર અકસ્માતના ગુનામાં ફરાર આરોપીને ધ્રોલ પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું.


ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી દિનેશભાઇ રમેશભાઇ બારેલા પોતાની મોટરસાઇકલ ૠઉં-01-ઙઅ-0619ને ઝડપથી ચલાવીને બીજી એક મોટરસાઇકલ સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બીજી મોટરસાઇકલ ચલાવતા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.


આ ઘટના બાદ આરોપી દિનેશભાઇ ફરાર થઈ ગયો હતો. ધ્રોલ પોલીસે તેની શોધખોળ શરૂૂ કરી હતી અને તેની વિરુદ્ધ આઇપીસીની કલમ 279 (બેદરકારીપૂર્વક વાહન ચલાવવું), 304(અ) (કુલપી દ્વારા માનવહાનિ) અને મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસની એક ટીમને મધ્ય પ્રદેશ મોકલવામાં આવી હતી અને તેમણે સતત પ્રયાસો કર્યા બાદ આરોપી દિનેશભાઇને તેના વતન જુના જીરાગામ ઉટધાટી ફળીય, તાલુકો પાટી, જિલ્લો બડવાની, મધ્ય પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ધ્રોલ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો છે અને તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ, એ.એસ.આઇ. પાર્થભાઇ એન. દેત્રોજા, પો.હેડ.કોન્સ. ધર્મેશભાઇ પી. વધોરા અને પો.કોન્સ. રવિરાજસિંહ દાજીભા જાડેજા સામેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version