ક્રાઇમ

ધ્રોલ પંથકમાંથી સગીરાનું અપહરણ કરનારને થાન વિસ્તારમાંથી ઝડપી લેવાયો

Published

on


ધ્રોલ તાલુકામાં થયેલા એક ચોંકાવનારા અપહરણના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. સાડા ત્રણ વર્ષ પહેલા અપહરણ થયેલી સગીરાને ધ્રોલ પોલીસે સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાંથી શોધી કાઢી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં ભોગ બનનાર સગીરા છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગુમ હતી. આ મામલે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધારતાં સગીરા ઉત્તરપ્રદેશના ઝાંસી અને સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી.

આ માહિતીના આધારે પોલીસે સુરેન્દ્રનગરના થાનના જીઆઇડીસી વિસ્તારમાંથી સગીરાને શોધી કાઢી છે. આ કામગીરીમાં ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ અને તેમની ટીમના સભ્યો રાજેશભાઇ કે. મકવાણા, વનરાજભાઇ માડણભાઇ મકવાણા અને રધુવિરસિંહ ચંદુભા જાડેજાને સફળતા મળી છે. આ અપહરણના ગુનાની તપાસ દરમિયાન જામનગર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ ધ્રોલ પોલીસે સતત પ્રયત્નો કર્યા હતા. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પણ આ ગુનાને શોધી કાઢવા માટે પોલીસને ચૂચના આપી હતી. સગીરાને શોધી કાઢ્યા બાદ ધ્રોલ પોલીસે તેને જામનગરની એટીએચયુ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version