ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે 2035 સુધીની તમામ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હોસ્ટિંગ વિન્ડોને મંજૂરી આપી છે. ICC એ 2031 સુધી પુરુષોની ICC ટુર્નામેન્ટ…

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ રવિવારે 2035 સુધીની તમામ પુરુષોની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હોસ્ટિંગ વિન્ડોને મંજૂરી આપી છે. ICC એ 2031 સુધી પુરુષોની ICC ટુર્નામેન્ટ માટે યજમાન દેશોની પણ જાહેરાત કરી છે. ભારતને બે મુખ્ય ટુર્નામેન્ટ માટે યજમાન અધિકારો આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભારતને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વન-ડે વર્લ્ડ કપ માટે સંયુક્ત યજમાન અધિકારો આપવામાં આવ્યા છે.
ભારત 9 થી 28 ઓક્ટોબર, 2029 દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરશે અને 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી 2031 વન-ડે વર્લ્ડ કપનું સહ-યજમાન બનશે. જ્યારે ICCએ 2031 પછીની ટુર્નામેન્ટ માટે યજમાન દેશોની જાહેરાત કરી નથી તેમની તારીખો જાહેર કરવામાં આવી છે.

ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 2031 વન-ડે વર્લ્ડ કપનું આયોજન કરશે. ભારતને આ મેગા ઇવેન્ટ માટે યજમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત એકલું 2029 ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું પણ આયોજન કરશે. આ પછી 2035 ODI વર્લ્ડ કપ પણ અંતિમ સ્વરૂૂપ આપવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન રમાશે. જોકે, તેના યજમાન દેશની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે 9 ઓક્ટોબરથી 23 નવેમ્બર, 2031 દરમિયાન પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરશે. અગાઉ ભારતે 2023માં વન-ડે વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું, જેમાં ટીમ ફાઇનલમાં પહોંચી હતી અને અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. ત્યારબાદ વન-ડે વર્લ્ડ કપ પણ 2035માં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાશે. જોકે, આ સીઝન માટે યજમાન દેશની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

2028નો ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 12 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાશે. આગામી સીઝન 2030માં ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયરલેન્ડ સંયુક્ત રીતે યોજશે. ત્યારબાદ, 2032 અને 2034માં ટી-20 વર્લ્ડ કપ પણ રમાશે. આ બે ટુર્નામેન્ટના યજમાન દેશો અને સ્થળોની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ઠઝઈ) ફાઇનલ 2035 સુધી દર બે વર્ષે જૂનમાં રમાતી રહેશે. ઇંગ્લેન્ડ 2029 અને 2031 ફાઇનલનું આયોજન કરશે. 2033 અને 2035 ફાઇનલ માટે યજમાન દેશોની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

ICCના મુખ્ય કાર્યકારી અધિકારી સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ICCનો ટુર્નામેન્ટ અને કાર્યક્રમોનો પોર્ટફોલિયો ક્રિકેટના વૈશ્વિક માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે રમતને વધુ સ્પર્ધાત્મક બનાવે છે અને સમગ્ર ક્રિકેટ જગતને વધુ દિશા અને સંદર્ભ પૂરો પાડે છે. અમે ખેલાડીઓ અને સભ્ય દેશોને આ ટુર્નામેન્ટ વિશે પ્રારંભિક માહિતી પૂરી પાડવાનું મહત્વ પણ સમજીએ છીએ. આનાથી અમને વધુ સારી ખેલાડી વિકાસ યોજનાઓ, ઉચ્ચ-પ્રદર્શન કાર્યક્રમો અને સુવ્યવસ્થિત ક્રિકેટ કેલેન્ડર વિકસાવવામાં મદદ મળશે.”

2028: ટી20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાશે

2029: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં અને ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાશે.
2030: ટી20 વર્લ્ડ કપનું આયોજન ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં થશે.
2031: વનડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશની સંયુક્ત મેજબાની હેઠળ યોજાશે.
2032: ટી20 વર્લ્ડ કપના મેજબાન દેશોની જાહેરાત પાછળથી કરવામાં આવશે.
2033: ચેમ્પિયન્સ ટ્રોફીના મેજબાન દેશ અંગેની જાહેરાત પાછળથી થશે.
2034: ટી20 વર્લ્ડ કપના મેજબાન દેશો પણ પાછળથી નક્કી કરાશે.