બહામાસમાં ભયાનક વિમાન દુર્ઘટના, 10 લોકોના મોત

આઝાદીની ઉજવણી સમયે જ માતમ કેરેબિયન દેશ બહામાસમાં ગઇકાલે એક ગમખ્વાર ઘટના બની છે, જ્યાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર તમામ 10 મુસાફરોના…

આઝાદીની ઉજવણી સમયે જ માતમ

કેરેબિયન દેશ બહામાસમાં ગઇકાલે એક ગમખ્વાર ઘટના બની છે, જ્યાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમાં સવાર તમામ 10 મુસાફરોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બહામાસ દેશ પોતાની આઝાદીની 53મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો હતો, પરંતુ આ ખુશીના પર્વમાં આ સમાચાર બાદ શોકનું મોજું ફરી વળ્યું છે. નોર્થ એન્ડ્રોસ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર એવિએશન સેક્ટરને હચમચાવી દીધું છે.

આ દુર્ઘટના બાદ બહામાસની સરકારે તાત્કાલિક અસરથી ફ્લેમિંગો એરની તમામ ઉડાનો પર અસ્થાયી રોક લગાવી દીધી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીના એર ઓપરેટર સર્ટિફિકેટને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, જે વિમાન ક્રેશ થયું તે સેસના 402 મોડેલનું હતું અને નાસાઉના લિન્ડન પિંડલિંગ એરપોર્ટથી સેન એન્ડ્રોસ જઈ રહ્યું હતું. સત્તાધીશો દ્વારા દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ખામીઓનું પુનરાવર્તન ટાળી શકાય.