રાષ્ટ્રીય
રાજસ્થાનમાં ભયંકર અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 11 મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત ઈજા
રાજસ્થાનના સીકરમાં આજે ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જિલ્લાના લક્ષ્મણ ગઢ વિસ્તારમાં લક્ષ્મણ ગઢ કલવર્ટ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ બેકાબુ થિયા હતી અને તે થોડી જ વારમાં દિવાલ સાથે અથડાઈ હતી. જેના કારણે બસનો ડ્રાઈવર સાઇડનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢીને લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનું કોઈ નક્કર કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, પોલીસ તેમના સ્તરે કારણોની તપાસ કરી રહી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. કલ્વર્ટ પાસે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે બસ અચાનક હલવા લાગી અને થોડી જ વારમાં બસ પૂરપાટ ઝડપે પુલની દિવાલ સાથે અથડાઈ.
જેના કારણે બસની આખી ડ્રાઈવર સાઈડ ખરાબ થઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તુરંત જ પોલીસને મામલાની જાણ કરી હતી અને ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કર્યું હતું. માહિતી મળતાં જ સીકર શહેરના ડીએસપી (આઈપીએસ) શાહીન સી અને એડીએમ રતન કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી. સીકરના એસપી ભુવન ભૂષણ યાદવના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 20 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે બસમાં 40 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા.