Site icon Gujarat Mirror

તાપમાનમાં 5.4 ડિગ્રી સુધી વધારો, ઠંડીની તિવ્રતામાં ઘટાડો

નલિયાને બાદ કરતા સર્વત્ર તાપમાન 15 ડિગ્રી ઉપર

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીનું જોર ઘટ્યુ છે. આજે પણ નલિાયાને બાદ કરતા સર્વત્ર તાપમાનનો પારો ડબલ ડિઝિટમાં પહોંચી ગયો છે અને મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 15ડિગ્રીને પાર થઇ જતા હુંફાળા વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં તાપમાન 1 ડિગ્રીથી માંડી 5.4 ડિગ્રી સુધી ઉંચકતા અમુક સ્થળેથી તો ઠંડી ગાયબ થઇ ગયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.. આજે સૌથી નીચુ તાપમાન નલિયામાં 9.4 ડિગ્રી સે. નોંધાયુ છે. જયારે સૌથી ઉંચુ તાપમાન વડોદરામાં 19.0 ડિગ્રી સે. રહ્યુ છે.

આ સિવાય અમરેલીમાં 12, ભાવનગરમાં 18, રાજકોટમાં 11.4, ભુજમાં 11.8, ડિસામાં 14.6, ગાંધીનગરમાં 15.8, કંડલામાં 12.7, પોરબંદરમાં 12, સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. પવનની સરેરાશ ઝડપ પણ ઘટીને 6 કિ.મી પ્રતિ કલાક થઇ જતા ઠંડીમાં જબરો ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણેક દિવસ તાપમાન સામાન્ય અને હુંફાળુ રહેવાની આગાહી છે.

Exit mobile version