મહારાષ્ટ્ર હાઇકોર્ટની કલાર્ક પરીક્ષામાં ટેક્નિકલ લોચો: ઠેરઠેર વિરોધ દેખાવો, જજની ગાડી રોકી

    બોમ્બે હાઈકોર્ટના ક્લાર્ક ટાઇપિંગ કૌશલ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ ગઇકાલે કલ્યાણ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, વાશિમ, ભંડારા અને રાજ્યના અન્ય ભાગોમાં પરીક્ષા કેન્દ્રોમાં વ્યાપક…

 

 

બોમ્બે હાઈકોર્ટના ક્લાર્ક ટાઇપિંગ કૌશલ્ય પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ ગઇકાલે કલ્યાણ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, વાશિમ, ભંડારા અને રાજ્યના અન્ય ભાગોમાં પરીક્ષા કેન્દ્રોમાં વ્યાપક ટેકનિકલ ખામીઓનો આરોપ લગાવ્યો હતો, જેમાં સર્વર ફેલ, કીબોર્ડ ખરાબ થઈ ગયું હતું અને પરીક્ષા દરમિયાન ઉમેદવારો લોગ આઉટ થઈ ગયા હતા જેના કારણે કલ્યાણ અને છત્રપતિ સંભાજીનગરમાં વિરોધ પ્રદર્શન શરૂૂ થયા હતા.

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે છત્રપતિ સંભાજીનગરમાં વિરોધ કરી રહેલા ઉમેદવારો સાથે જોડાયા હતા.અને નવેસરથી પરીક્ષાની માંગણી કરીને પોતાનો ટેકો આપ્યો હતો. વિદ્યાર્થીઓએ જિલ્લા સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પ્રવીણ સૈયદની કાર રોકી હતી. વિદ્યાર્થીઓના જણાવાયા મુજબ તેમને ન્યાયાધીશ સાથે વાત કરવા બોલવાયા હતા. પરંતુ તેઓ પાછલા બારણેથી નિકળવા પ્રયાસ કરતા હતા ત્યારે તેમની ગાડી રોકવામાં આવી હતી.

કલ્યાણના APMC માર્કેટ પરીક્ષા કેન્દ્રના 600 થી વધુ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને બોમ્બે હાઈકોર્ટ તરફથી લેખિત નિર્દેશો આપવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે જે ઉમેદવારોની પરીક્ષા ટેકનિકલ સમસ્યાઓથી પ્રભાવિત થઈ છે તેમને પરીક્ષા આપવાની બીજી તક આપવામાં આવશે. નિર્દેશોમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાથી પ્રભાવિત કોઈપણ ઉમેદવારને ગેરહાજર જાહેર કરવામાં આવશે નહીં.

પરીક્ષાનું આયોજન કરતી સોર્નેટ ITIS પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેના અહેવાલમાં ટેકનિકલ સમસ્યાઓ સ્વીકાર્યા પછી વિદ્યાર્થીઓની પુન:પરીક્ષાની માંગણી વધુ મજબૂત બની. કંપનીએ અહેવાલ મુજબ સ્વીકાર્યું હતું કે ટેકનિકલ સમસ્યાઓને કારણે પરીક્ષા સમયસર શરૂૂ થઈ શકી નથી.