Sports
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેનું નામ આઈપીએલ 2025 મેગા ઓક્શનની અંતિમ યાદીમાં હતું, પરંતુ તેની અવગણના કરવામાં આવી. આરસીબીએ તેને રિટેન પણ કર્ય નહોતો. આ મહિનાની શરૂૂઆતમાં તે પંજાબ માટે ઘરેલુ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો, પરંતુ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી. આ પછી હવે તેણે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે ઓડીઆઈ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 6 મેચ રમી છે.
સિદ્ધાર્થ કૌલે તેની ગોટ માય ઈન્ડિયા કેપ નંબર 75 અને ઓડીઆઈ કેપ નંબર 221 પર નિવૃત્તિ વિશે લખ્યું હતું, પરંતુ હવે સમય આવી ગયો છે કે હું ભારતમાં મારી કારકિર્દીને અલવિદા કહી દઉં અને મારી નિવૃત્તિની જાહેરાત કરું. જ્યારે હું નાનો હતો ત્યારે પંજાબમાં મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે મારું એક સપનું હતું. મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન. 2018 માં, ભગવાનની કૃપાથી, મને ટી-20 ટીમમાં મારી ઈન્ડિયા કેપ નંબર 75 અને ઓડીઆઈ ટીમમાં કેપ નંબર 221 મળ્યો. તેણે આગળ લખ્યું, મારી કારકિર્દીના તમામ ઉતાર-ચઢાવ દરમિયાન મને જે પ્રેમ અને સમર્થન મળ્યું છે તેના માટે હું શબ્દોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરી શકતો નથી. તેણે મારા માટે જે માર્ગ બનાવ્યો છે તેના માટે હું ભગવાનનો આભાર માનું છું. સિદ્ધાર્થ કૌલને આઈપીએલ ઓક્શનમાં કોઈ ટીમ પસંદ કર્યો નહોતો કે તેની ટીમે રિટેન પણ કર્યો નહોતો. આથી નારાજ થઈને તેણે હવે રમવાનું જ છોડી દીધું છે.