શેફાલીએ 25 બોલમાં 55 રન ફટકાર્યા, નિકી પ્રસાદે 2 બોલમાં 2 વિકેટ ઝડપી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે વિરુદ્ધ બીજી ટી20 મેચમાં શાનદાર જીત મેળવી છે. પહેલી મેચમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને બીજી મેચમાં કોઈ તક આપી ન હતી. ઝિમ્બાબ્વેને માત્ર 102 રનમાં જ રોક્યા બાદ, ટીમ ઈન્ડિયાએ ફક્ત 53 બોલમાં લક્ષ્ય હાંસલ કરી રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. આ સાથે ભારતે 3 મેચ સિરિઝમાં 2-0થી લીડ સાથે શ્રેણી પોતાના નામે કરી છે.
ભારતની જીતના સ્ટાર્સ નિક્કી પ્રસાદ અને શેફાલી વર્મા હતા. નિક્કીએ પોતાની બોલિંગથી પોતાની પ્રતિભા દર્શાવી, જ્યારે શેફાલીએ ઝડપથી લક્ષ્ય સુધી પહોંચવા માટે ધમાકેદાર ઇનિંગ્સ રમી.
રાયપુરમાં રવિવારે રમાયેલી ટી20 સીરિઝની બીજી મેચમાં પણ ઝિમ્બાબ્વેની તાકત જોવા મળી નહી. આશા મુજબ ભારતની મજબુત બોલિંગે ઝિમ્બાબ્વેના અનુભવહીન બેટ્સમેનને બેટિંગની કોઈ તક આપી ન હતી. ગત્ત મેચમાં જ પોતાની ડેબ્યુ કરનારી નિકી પ્રસાદે આ મેચમાં પહેલી વખત બોલિંગ કરી અને શરુઆતના 2 બોલમાં 2 વિકેટ લઈ આવું કરનારી પહેલી ભારતીય ક્રિકેટર બનવાનો રેકોર્ડ યથાવત રાખ્યો હતો.
ત્યારબાદ ભારતીય બોલરનો વારો આવ્યો હતો. ગત્ત મેચમાં ઝિમ્બાબ્વેએ માત્ર 19 રન પર ભારતીય ટીમના ટોપ -4 બેટ્સમેનને પવેલિયન પરત ફેરવ્યા હતા. આ વખતે આવું થયું નથી. શેફાલીએ સિક્સ ફટકારી માત્ર 24 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તેમજ કેપ્ટન સ્મૃતિ મંધાનાની સાથે 96 રનની પાર્ટનરશીપ કરી હતી. ત્યારબાદ 6 બોલની અંદર મંધાના 47 અણનમ ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 9 વિકેટથી આ મેચ પોતાને નામ કરી હતી. માત્ર 8.5 ઓવર એટલે કે, 53 બોલમાં જીત મેળવી હતી. 67 બોલ પહેલા જ ભારતે મેચ જીતી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ આ મામલે વેસ્ટઈન્ડિઝનો રેકોર્ડ તોડ્યો હતો. જેમણે આ વર્ષે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 65 બોલ બાકી રહેતા જીત મેળવી હતી.ટીમ ઈન્ડિયાની નવનિયુક્ત ઉપ-કેપ્ટન શેફાલી વર્માએ ઝિમ્બાબ્વે સામેની બીજી ઝ20ઈંમાં માત્ર 25 બોલમાં 55 રન બનાવ્યા. આ ઇનિંગે ભારતની જીત અને શેફાલી માટે એક નવો રેકોર્ડ કર્યો.
