Sports

ટીમ ઈન્ડિયા ઝ-20 ઈન્ટરનેશનલમાં 150 મેચ જીતનારી વિશ્ર્વની પ્રથમ ટીમ

Published

on

ઝિમ્બાબ્વે સામે
2-1થી બઢત સાથે નોંંધાવ્યો રેકોર્ડ


ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમાઈ હતી.શુભમન ગિલની કપ્તાનીમાં ભારતની યુવા ટીમે આ મેચ જીતીને સીરીઝમાં 2-1 થી બઢત મેળવી હતી.ભારતની ટીમે આ મેચમાં 23 રને શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 6 વિકેટ ગુમાવીને 159 રન જ બનાવી શકી હતી.ભારતની ટીમે આ જીત સાથે જ એક નવો વિક્રમ પોતાના નામે નોંધ્યો છે.


જિમ્બાબ્વે સામે આ મેચમાં જીત મેળવ્યા બાદ ભારતની ટીમે નવો વિક્રમ પોતાના નામે કર્યો છે.ભારતની ટીમે ટી-20આઈમાં 150 મેચ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.ભારતીય ટીમે ટી-20આઈમાં અત્યાર સુધીમાં કુલ 230 મેચ રમી છે, જેમાંથી ભારતની ટીમે 150 મેચમાં જીત મેળવી છે.આ યાદીમાં ભારત બાદ કોઈ ટીમનું નામ જો આવતું હોય તો તે પાકિસ્તાન છે. પાકિસ્તાનના ટીમના ટી-20આઈ માં રેકોર્ડ વિષે વાત કરવામાં આવે તો પાકિસ્તાને 245માંથી 142 મેચ જીતી છે.ત્યાર બાદ ન્યૂઝીલેન્ડે 220માંથી 111, ઓસ્ટ્રેલિયાએ 195માંથી 105, ઈંગ્લેન્ડે 192માંથી 100 અને દક્ષિણ આફ્રિકાએ 185માંથી 104 મેચ જીતી છે.જો જીતના ટકાવારી વિષે વાત કરવામાં આવે તો બધી જ ટીમોમાં યુગાંડા ટીમની ટકાવારી સૌથી ઊંચી છે. તેમણે પોતાની 95 મેચમાંથી 70 મેચ જીતી છે.બીજી તરફ ભારતના જીતની ટકાવારીની વાત કરવામાં આવે તો તે 65.21 છે.


ભારત અને જિમ્બાબ્વે વચ્ચે શ્રેણીની ત્રીજી મેચમાં ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી.ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 4 ચોગ્ગા-2 છગ્ગા સાથે 36 રન, કેપ્ટન શુભમન ગીલે 49 બોલમાં 7 ચોગ્ગા-3 છગ્ગા, અભિષેક શર્માએ 9 બોલમાં 1 ચોગ્ગો ફટકારીને 10 રન, રૂૂતુરાજ ગાયકવાડે 28 બોલમાં 4 ચોગ્ગા-3 છગ્ગા ફટકાર્યા હતા. તેણે 49 સિક્સ ફટકારી અને સંજુ સેમસને 7 બોલમાં 2 ફોર ફટકારીને 12 રન બનાવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version