ગુજરાત
E-KYCની કામગીરીનો બહિષ્કાર કરતા શિક્ષકો
અન્ય વિભાગોને કામગીરી સોંપતા નારાજ: દિવાળીમાં હેડકવાર્ટર નહીં છોડવાના પરિપત્રથી રોષ
ઇ-કેવાયસીની કામગીરીથી અળગા રહેવાનો શિક્ષકોએ મહત્વનો નિર્ણય લીધો છે. અત્રે જણાવીએ કે, દિવાળીના વેકેશનમાં શિક્ષકોને ઇ-કેવાયસી કરવા માટે સૂચના આપી હતી. રાજ્યના તમામ શિક્ષકોને ઇ-કેવાયસી કરવાનો પરિપત્ર કર્યો હતો. અન્ય વિભાગોના કામને લઇને શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 40 મિનિટે એક વિદ્યાર્થીનું ઇ-કેવાયસી થતું હોવાનો શિક્ષકોનો આક્ષેપ છે અને અનેક ટેકનિકલ કારણોસર ઇ-કેવાયસીમાં તકલીફ પડી રહી છે. છેલ્લા 3 મહિનાથી ઇ-કેવાયસીનું કામ થઇ રહ્યું છે. આધારકાર્ડ, સ્પેલિંગ અલગ, રાશનકાર્ડમાં નામ ન હોવાથી પણ તકલીફ પડી રહી છે તેવા પણ આક્ષેપ કરવામાં આવે છે.
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રીએ જણાવ્યું કે, ઇ-કેવાયસીએ આધારકાર્ડ સાથે રેશનકાર્ડનું અપડેટ જોડાણ છે. જે અપડેટ થાય તો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટ લાયક ગણાય છે. જે ઇ-કેવાયસી એ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર અસર કરે છે. જો સંવેદનશીલ સરકાર બાળકોના હિતમાં વાત કરી રહી હોય તો શિક્ષકોને વર્ગખંડની કામગીરી કરવા દેવી જોઈએ, કોમ્પ્યુચર પર બેસીને ઇ-કેવાયસીની કામગીરી આપવી જોઈએ નહી. સમગ્ર રાજયમાં દિવાળીનો માહોલ જામ્યો છે.
શાળા-કોલેજોમાં 5રિક્ષાઓ પુર્ણ થઈ ગઈ છે. તા. 28 ઓકટોબરથી રાજયભરની પ્રાથમીક અને માધ્યમીક શાળાઓમાં એક સરખુ 21 દિવસનું દિવાળી વેકેશન પડી રહ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓ વેકેશનના મુડમાં આવી ગયા છે. બીજી તરફ શિક્ષકો પણ તેમના પરીવાર સાથે વેકેશન કયાં ગાળવુ તેની તૈયારી કરી રહ્યા છે. ત્યારે આવા સમયે શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનમાં ઈ-કેવાયસીની કામગીરી માટે શિક્ષકોને હેડ કવાર્ટર ન છોડવાનો ફતવો જાહેર કરી પરીપત્ર વહેતો કર્યો છે. અધિકારીઓના આ નિર્ણયથી શિક્ષકોમાં રોષ ફેલાયો છે.