તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત સિવાયના મહેસુલી કામનો બહિષ્કાર

રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે તલાટીઓએ પંચાયત હસ્તકની કામગીરી…

રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે તલાટીઓએ પંચાયત હસ્તકની કામગીરી સિવાય કોઈપણ મહેસુલી કામગીરી નહીં કરવાની જાહેરાત કરી છે.

રાજ્યના તલાટી મહામંડળે પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. મહામંડળે જાહેરાત કરી છે કે હવે પંચાયત હસ્તકની કામગીરી સિવાય કોઈપણ પ્રકારની મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં. તલાટી કમ મંત્રીના જોબચાર્ટનો તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી મુખ્ય માંગ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

તલાટી મહામંડળના જણાવ્યા મુજબ, તલાટી કમ મંત્રીને પંચાયત વિભાગ ઉપરાંત અનેક મહેસુલી કામગીરી સોંપવામાં આવે છે, જેના કારણે નિયમિત કામગીરી પર અસર પડી રહી છે. તેથી સરકાર દ્વારા તાત્કાલિક જોબચાર્ટ અમલમાં મૂકવામાં આવે અને તલાટીઓ પાસેથી વધારાની મહેસુલી કામગીરી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

આ મુદ્દે તલાટી મહામંડળે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પંચાયત મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને પોતાની માંગણીઓથી અવગત કરાવ્યા છે. પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તલાટી કમ મંત્રીનો જોબચાર્ટ અમલમાં નહીં આવે, ત્યાં સુધી પંચાયત હસ્તકની કામગીરી સિવાયની કોઈપણ મહેસુલી કામગીરી કરવામાં આવશે નહીં.

કઈ-કઈ કામગીરીઓ બંધ રહેશે?
તલાટી મહામંડળના આદેશ મુજબ, 3 જુલાઈ 2026થી રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની કોઈ પણ કામગીરી નહીં કરે. મહેસૂલ વિભાગના ગામ નમૂના નં. 1 થી 18 સહિતની તમામ કામગીરીઓ.કાયમી ખરડો (નમૂના નં. 1), ખેતી સિવાયની બીજી કાયમી ઉપજનું પત્રક (નમૂના નં. 2) અને ઇનામી જમીનનું પત્રક (નમૂના નં. 3).હક્ક પત્રકને લગતી (નમૂના નં. 6 ને આનુષંગિક) વારસાઈ રજિસ્ટર અને રેકર્ડ દંડ રજિસ્ટરની કામગીરી.એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશન અને ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી. રેશન કાર્ડને લગતી તમામ કામગીરી અને તેની E-KYC તથા NFSA પાત્રતા ચકાસણીની કામગીરી.આધાર કાર્ડ વેરિફિકેશન, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અપાતી તપાસ, અને ડિઝાસ્ટર અંતર્ગત પાક નુકશાનીના સર્વેની કામગીરી.ગૌણ ખનીજ અને સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા અંતર્ગત દેખરેખ અને ચકાસણીની કામગીરી સહિતની કામગીરી કરવાં આવશે નહિ.