તળાજા સરકારી હોસ્પિટલ સૂર્યદેવના પ્રકોપને કારણે દર્દીઓથી ઉભરાઇ

તાવ, ડીહાઇડ્રેશન, એસિડીટી, પેટનો દુ:ખાવો જેવા દર્દીઓ સખત ગરમીના કારણે વધ્યા સૂર્યદેવના પ્રકોપ ને લઈ આજે તળાજા ની સરકારી હોસ્પિટલના તમામ ખટાલાઓ દર્દીઓથી ભરાઈ ગયા…

તાવ, ડીહાઇડ્રેશન, એસિડીટી, પેટનો દુ:ખાવો જેવા દર્દીઓ સખત ગરમીના કારણે વધ્યા

સૂર્યદેવના પ્રકોપ ને લઈ આજે તળાજા ની સરકારી હોસ્પિટલના તમામ ખટાલાઓ દર્દીઓથી ભરાઈ ગયા હતા.હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.સાકીયા એ આ બાબતે જણાવ્યું હતુ કે અતિશય તાપ ગરમી ને લીધે પરસેવો વળેછે તેના કારણે જે કાળજી લેવવાવવી જોઈએ તે ન લેવાના કારણે વિવિધ પ્રકારના રોગમા વ્યક્તિ સપડાય જાય છે.જેને લઈ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ પડી હતી.

તળાજાની સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓમા દર્દીઓને અહીં દાખલ કરી સારવાર કરવાની ફરજ પડતી હોય,માત્ર ટિકડીઓ,ઇન્જેક્શન આપવાથી કામ ન ચાલતું હોય તેવા દર્દીઓની સંખ્યા વધુ જોવામળી હતી.તેના કારણમાં ડો.સાકીયા એ જણાવ્યું હતુકે જે દર્દીઓ આવેછે તેમાંના મોટાભાગના આર્થિક રીતે સામાન્ય,શ્રમિક પરિવારના દર્દીઓ છે.જે તડકામા બહાર નીકળતા હોય અથવા તો સૂર્યના તાપ અને ગરમીની અસરમા વધુ રહેતા હોય.જેને લઈ તાવ,એસીડીટી,ડિહાડ્રેશન,પેટનો દુખાવો,ભૂખ ન લાગવી જેવી સમસ્યા ઉભીથતી હોયછે.આવા વ્યક્તિઓએ પાણી,લીંબુ સરબત,છાશ જેવા પ્રવાહી પીવાજોઈએ.

આ પ્રકાર ની કાળજી ન લેવાના કારણે હિટસ્ટ્રોક નો શિકાર બનતા વાર લાગતી નથી.હાલ તળાજા સરકારી હોસ્પિટલમા આવતા તમામ દર્દીઓને દવા નાખીને બાટલાઓ ચડાવવા આવશ્યક થઈપડે છેઆથી ઇન્ડોર દર્દીઓની સંખ્યા વધુ રહે છે .હોસ્પિટલમાં સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે.